Site icon Revoi.in

 SCO  સમિટનું નવુ સ્થાયી સભ્ય બન્યું ઈરાન, પીએમ મોદી એ અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ ઈરાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું નવું સ્થાયી સભ્ય બન્યું છે. આ વિકાસ SCOની ઓનલાઈન સમિટમાં થયો હતો, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટના આયોજન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ પર પ્રહાર કર્યા હતા PM મોદીએ કહ્યું કે કેટલાક દેશો આતંકવાદીઓને શરણ આપે છે. આ ક્ષેત્રીય શાંતિ માટે મોટું જોખમ છે. 

આ સહીત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભાવશાળી જૂથના સંપૂર્ણ સભ્ય બનવા બદલ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી અને ઈરાનના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.આ બાબતને લઈને પીએમ  મોદીએ કહ્યું, “હું રાષ્ટ્રપતિ રાયસી અને ઈરાનના લોકોને આ અવસર પર અભિનંદન આપું છું. અમે બેલારુસના SCO સભ્યપદ માટેના મેમોરેન્ડમ ઓફ ઓબ્લિગેશન પર હસ્તાક્ષરનું પણ સ્વાગત કરીએ છીએ. “અન્ય દેશોની આજે SCOમાં જોડાવાની રુચિ આ સંગઠનના મહત્વની સાક્ષી છે,”

આસમિટ દરમિયાન તેવી આશા વ્યક્ત કરાઈ હતી કે SCOમાં ઈરાનની હાજરી સામૂહિક સુરક્ષા અને ટકાઉ વિકાસ તેમજ દેશો વચ્ચે એકતા હાંસલ કરવા માટે એક મંચ પ્રદાન કરશે. આ દરમિયાન કહેવામાં આવ્યું કે તેમણએ SCO સભ્યનો દરજ્જો મેળવવા માટે બેલારુસ પ્રજાસત્તાક દ્વારા મેમોરેન્ડમ ઓફ ઓબ્લિગેશન પર હસ્તાક્ષર કરવાના મહત્વને પણ રેખાંકિત કર્યું,” 

ઉલ્લેખનીય છે કે  CO ની સ્થાપના 2001 માં રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખો દ્વારા શાંઘાઈમાં સમિટમાં કરવામાં આવી હતી. વર્ષ 2017માં ભારતની સાથે પાકિસ્તાન પણ તેનું કાયમી સભ્ય બન્યું.વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ અને જૂથના અન્ય નેતાઓએ પણ હાજરી આપી હતી.