ઈરાન સરકારનું મહિલાઓ માટે સખ્ત વલણ, હિજાબ ન પહેરવા પર હવે 10 વર્ષ જેલની સજાની કરી જાગવાઈ
દિલ્હીઃ ઈરાન દેશ મહિલાઓ પર થતચા અત્યાચાર માટે જ જાણીતો છે અહી મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવાનો જાણે કોી જ અધિકાર નથી મુસ્લિમ કાયદાઓનું અહી સખ્ત પાલન કરવવામાં આવતું હોય છે ત્યારે હવે ઈરાનની સંસંદમાં હિજાબને લઈને એક કાયદો પસાર કરવામાં આવ્યો છે જેનાથઈ મહિલાઓની મુશ્કેલીઓ ઓર વઘી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જો ઈરાનમાં મહિલાઓ હિજાબ નહીં પહેરે કે ચુસ્ત કપડા પહેરશે તો તેમને હવે 10 વર્ષની જેલની સજા થશે. એટલું જ નહીં, આ નિયમો અને કાયદા હવે પુરુષો પર પણ લાગુ થશે.
વઘુ વિગત અનુસાર હિજાબ વગર મહિલાઓને સામાન વેચનારા પુરૂષોને પણ સખત સજા કરવામાં આવશે. ઈરાનની સંસદે એક કાયદો પસાર કર્યો છે જે જાહેરમાં હિજાબ પહેરવાની મનાઈ કરતી મહિલાઓ અને તેમનું સમર્થન કરતી મહિલાઓ પર ભારે દંડ લાદશે. ઈરાનની 290 સભ્યોની સંસદમાં 152 સાંસદો તેની તરફેણમાં હતા.
હાલના કાયદાની તુલનામાં, સૂચિત કાયદામાં સજા વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. તે જ સમયે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે 3 લાખથી 6 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
આ સહીત હિજાબની મજાક ઉડાવનાર કોઈપણ મીડિયા અથવા NGOને દંડ અને જેલની સજા કરવામાં આવશે. સ્વિટ્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ સ્વિટ્ઝર્લેન્ડની સંસદે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે. બિલની તરફેણમાં 151 અને વિરોધમાં 29 મત પડ્યા હતા. સ્વિસ સંસદના ઉપલા ગૃહે આ બિલને પહેલા જ મંજૂરી આપી દીધી છે.