ઇરાન-ઇઝરાયેલ યુદ્ધઃ ઇરાનના અનેક શહેરો પર ઇઝરાયેલી મિસાઇલ્સ ત્રાટકી, ઇરાને ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી
ઇરાન અને ઇઝરાયે વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે.. આ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે..ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.
ઇરાને તેની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી
ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલો શુક્રવારે વહેલી સવારે થયો હતો. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો છે. આ વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. આ હુમલા બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
ઇરાને તેની અનેક ફલાઇટ્સ કેન્સલ કરી
આ હુમલા બાદ ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગુરુવારે ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.
ઇઝરાયેલે કહ્યું ઇરાનના પરમાણું સ્થળોને નિશાન નહીં બનાવીએ
સીએનએનના અહેવાલ મુજબ ઈઝરાયેલે હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું નથી. ઈઝરાયેલે અમેરિકાને કહ્યું કે તે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવી રહ્યું નથી.