1. Home
  2. ગુજરાતી
  3. ઈમરાનની સલાહકારે ભૂકંપને ગણાવ્યું પરિવર્તનઃઆ પાયાવિહોણા નિવેદનથી પાકિસ્તાની પ્રજામાં રોષ
ઈમરાનની સલાહકારે ભૂકંપને ગણાવ્યું પરિવર્તનઃઆ પાયાવિહોણા નિવેદનથી પાકિસ્તાની પ્રજામાં રોષ

ઈમરાનની સલાહકારે ભૂકંપને ગણાવ્યું પરિવર્તનઃઆ પાયાવિહોણા નિવેદનથી પાકિસ્તાની પ્રજામાં રોષ

0
Social Share
  • ઈમરાનની સલાહકારનું પાયાવિહોણું તર્ક
  • ભૂકંપને પરિવર્તન ગણાવતા પાક પ્રજામાં રોષ
  • પાકની જનતાએ ફિરદૌસને આડે હાથ લીધી
  • ફિરદૌસે ભૂકંપની વાતની મજાક ઉડાવી
  • લોકો કરી રહ્યા છે ટ્રોલ
  • સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ફિરદૌસ પર આકરા પ્રહારો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સલાહકાર ફિરદૌસ આશિકે ભૂકંપને લઈને એક તર્ક જારી કર્યું છે,તેણે કહ્યું છે કે,ભૂકંપ જમીનનું પરિવર્તન છે,આ નિવેદનને લઈને પાકિસ્તાની જનતા તેના પર ભડક ઉઠી છે.

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની આસપાસના વિસ્તારોમાં મંગળવારના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપના કારણે અંદાજે 31 લોકોનાં મોત નીપજ્યાં છે તો સાથે ઘણું નુકસાન થવા પામ્યું હતું.પરંતુ હવે એમ લાગે છે કે પાકિસ્તાનની સરકાર આ કુદરતી આફતને લઈને ગંભીર નથી.પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઇમરાન ખાનની સલાહકાર ફિરદૌસ આશિક અવાને ભૂકંપ અંગે એક વાહીયાત દલીલ રજુ કરી છે અને ભૂકેપને પરિવર્તનની નિશાની ગણાવી છે.અવાનના આ નિવેદનથી પાકિસ્તાની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

એક કાર્યક્રમને સંબોધન કરતાં  વખતે ફિરદાસ આશિક અવાને ભૂકંપ અંગે હળવા મુડમાં એક બયાન આપ્યું હતું, જે નિવેદનને લઈને તેને ધણી ટ્રોલ કરવામાં આવી રહી છે. ફિરદૌસ આશિક અવાને કહ્યું, “, જ્યારે પરિવર્તન આવે છે, ત્યારે એક તડપ હોય છે, આ પરિવર્તનની નિશાની છે, કે જમીને કરવટ બદલી છે. તેને પણ આ બદલાવ સ્વીકાર નથી. ‘

જ્યારે ફિરદૌસ આશિક અવાન આ શબ્દો બોલતા હતા, ત્યારે તાળીઓનો ગડગડાટ હોલમાં ગુંજતો હતો, પરંતુ તેમને અપેક્ષા નહોતી કે,આ તેમના બાલેલા શબ્દો ચર્ચાનો વિષય બનશે અને ટૂંક સમયમાં તે મોટૂ રુપ ધારણ કરશે,અને તેને આ વાતને લઈને ટ્રોલ કરવામાં આવશે. જ્યારે આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, ત્યાર બાદ તેણે તેના પર સ્પષ્ટતા કરી હતી અને નિવેદનની ખોટી રીતે રજૂઆત કરી છે, તેમ જણાવ્યું હતું.

પોતાનો બચાવ રજુ કરતા ફિરદૌસે કહ્યું કે, સોશ્યલ મીડિયામાં મારા નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે,જ્યારે હું સેમિનારમાં બોલી રહી હતી ત્યારે જ ભૂકંપ આવ્યો હતો,તો હું તેના સાથે સંકળાયેલી વાતો કહી રહી હતી,હું સમાજમાં બદલાવ,લોકોમાં બદલાવની વાત કરી રહી હતી,પરંતુ મારા બયાનનો માત્ર થોડોક જ ભાગ રજુ કરીને મને બદનામ કવામાં આવી રહી છે.

ત્યારે ઈમરાનની આ સલાહકારના આ બેતૂકા નિવેદનને લઈને પાકિસ્તાનમાં હાહાકાર મચી જવા પામ્યો છે,પાકિસ્તાની પ્રજાએ ફિરદૌસને આડે હાથ લીધી હતી અને સોશિયલ મીડિયામાં લોકો એ લખ્યું કે , અહિ લોકોના જીવ જઈ રહ્યા છે અને તે આવું વિચારી રહી છે, છેવટે તેમના દિમાગમાં શું ચાલી રહ્યું છે.

પાકિસ્તાની પત્રકાર અલી સલમાને લખ્યું છે કે,”ફિરદૌસ આશિક આવાન ભૂકેપને લઈને મજાક ઉડાવી રહી છે,તેમને ખબર જ નથી કે કેટલું નુકશાન થયું છે,આ નિવેદન સંપૂર્ણ રીતે શરમજનક છે,જેની ટીકા કરવી જ જોઈએ”

પાકિસ્તાનમાં કેટલાક લોકોએ તો આ બાબતે ફિરદૌસ પાસે તાત્કાલીર રાજીનામું પણ માંગ્યું છે,ઉલ્લેખનીય છે કે,મંગળવારે ઉત્તર ભારત, પાકિસ્તાન, કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં જ હતું, પરંતુ તેની અસર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code