Site icon Revoi.in

આઈઆરસીટીસી એ બસ બૂકિંગની સેવાનો કર્યો આરંભ – આ અંતર્ગત ઘણા રાજ્યોમાં યાત્રા કરી શકાશે 

Social Share

દિલ્હીઃ-ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્રારા હવે બસ સેવાની પણ શરુઆત કરવામાં આવી છે, જે હેઠળ આજથી આ બસ માટેની ઓનલાઈન બુકિંગ સેવા શરુ કરવામાં આવી છે,આ સમગ્ર બાબતે આઈઆરટીસીએ માહિતી શેર કરતા જણાવ્યું છે કે, આ ઓનલાઇન સેવા હવે 29 જાન્યુઆરીથી સમગ્ર દેશ માટે લાઈવ થઈ ચૂકી છે.

આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે આવનારા મહિના માર્ચના પ્રતમ સપ્તાહમાં આ સેવા આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશનમાં પણ એડ કરી દેવામાં આવનાર છે જેથી યુઝર્સ મોબાઇલ મારફત પણ બસની ટિકિટનું ઓનલાઈન બુકીંગ કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે આ માટે આઈઆરસીટીસીએ 50 હજાર  રાજ્ય માર્ગ પરિવહન અને ખાનગી બસ ઓપરેટરો સાથે ભાગીદારી કરી છે. આ સાથે, ગ્રાહકો 22 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરામ દાયક મુસાફરી કરી શકશે.

આ સાથે જ ઓનલાઇન બસ બુકિંગની નવી સુવિધામાં જુદી જુદી બસો જોવા મળશે. ગ્રાહકો તેમના માર્ગ, સુવિધા, સમીક્ષા અને રેટિંગ જોઈને બસ બુક કરાવી શકે છે. આ સિવાય યુઝર્સને બસની તસવીર પણ જોવા મળશે.

www.bus.irctc.co.in પર જઈને તમે આ બસ સેવા માટે બુકિંગ કરાવી શકો છો, આ માટે આઈઆરસીટીસી એકાઉન્ટથી લોગીન કરવાનું રહેશે ત્યાર બાદ બસ ટિકિટ, ફ્લાઇટ્સ, નીચે લોન્જ જેવા ઓપ્શન્સ જોવા મળશે જેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે

સાહિન-