Site icon Revoi.in

ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ મુદ્દે કંગના રનૌત અને પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ વચ્ચે સોશિયલ મીડિયામાં વોર

Social Share

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતને વિવાદો સાથે જૂનો સંબંધ છે. કંગના બે-ચાર દિવસમાં સોશિયલ મીડિયા ઉપર કોઈ સાથે વિવાદમાં ઉતરી હોવાનું લાગી રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ઈરફાન પઠાણ સાથે હવે કંગનાને ચકમક ઝરી છે. પઠાણે ઈઝરાઈલ-ફિલીસ્તીન વિવાદને લઈને ટ્વીટ કર્યું હતું. તેમણે ફિલીસ્તીનનું સમર્થન કર્યું હતું. ટ્વીટર ઉપર બેન થયાં બાદ કંગનાએ ઈન્ટાગ્રામ ઉપર પઠાણને આડેહાથ લીધા હતા. જે બાદ ઈરફાન પઠાણે તેને વળતો જવાબ આપ્યો હતો.

ઈરફાન પઠાણે દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર કગિસો રબાડાના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું. તેમજ લખ્યું હતું કે, તમારામાં જરા પણ માનવતા હોય તો ફિલીસ્તીનમાં જે થઈ રહ્યું છે તેનું સમર્થન નહીં કરતા. રબાડાએ સોશિયલ મીડિયા ઉપર #PrayforPalestine લખ્યું હતું. કંગનાને પઠાણનું આ ટ્વીટ પસંદ આવ્યું ન હતું. તેમણે ઈન્ટાગ્રામ સ્ટોરીમાં ભાજપના ધારાસભ્ય દિનેશ ચૌધરીના ટ્વીટનો સહારો લઈને પઠાણ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દિનેશ ચૌધરીએ લખ્યું હતું કે, ઇરફાન પઠાણેને બીજા દેશ માટે આટલો પ્રેમ છે પરંતુ પોતાના દેશમાં બંગાલ ઉપર ટ્વીટ નહી કરતા. કંગનાએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, પુરી દુનિયામાં મુસ્લિમ પોતાના ઈસ્લામ માટે હમાસના જેહાદી અને આતંકવાદીઓ સાથે ઉભા રહ્યાં છે. પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંગાળમાં હિન્દુઓના નરસંહાર પર કંઈ કહેતા નથી.

આ ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓને મારવામાં આવે છે ત્યારે પણ આ લોકો ચુપ રહે છે. આ એ જયચંદોની વાસ્તવિકતા છે. જેથી ઈરફાન પઠાણે પણ સોશિયલ મીડિયામાં કંગનાને જવાબ આપ્યો હતો. તેમજ ટ્વીટ કર્યું હતું કે, તેમનું ટ્વીટ માત્ર માનવતા અને દેશવાસીઓ માટે હોય છે. નફરત ફેલાવવાના કારણે કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમજ કેટલાક પેડ એકાઉન્ટ રફતે માત્ર નફરત ફેલાવવામાં આવે છે.