Site icon Revoi.in

અંગેજી મીડીયમ નહીં પરંતુ ‘The Song Of Scorpians’ માં ઇરફાને કરી હતી છેલ્લીવાર એક્ટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ

Social Share

મુંબઈ: બોલિવુડના દિગ્જ્જ અભિનેતા ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ 53 વર્ષની વયે નિધન થયું હતું. તે છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને વિદેશમાં પણ સારવાર કરાવી હતી, આખરે જીવનની લડત હારી ગયા. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેંસને ખુબ જ મોટો ઝટકો મળ્યો. પરંતુ તે પોતાના શાનદાર અભિનય દ્વારા લોકોના હૃદયમાં હમેશા જીવંત રહેશે. ખુશીની વાત એ છે કે, ફેંસ તેમને ફરી એકવાર સ્ક્રીન પર જોઈ શકશે.

ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ કહેવાઈ રહી હતી, પરંતુ આ તેમની છેલ્લી ફિલ્મ નથી. તે ‘સોંગ ઓફ સ્કોર્પિયન’માં જોવા મળશે. તમે આ ફિલ્મને આવતા વર્ષે થિયેટરર્સમાં જોઈ શકશો.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે એક વીડિયો શેર કરીને આ વાત શેર કરી છે. તેમાં જણાવાયું છે કે #TheSongOfScorpions આવતા વર્ષે 2021માં થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન અનૂપ સિંહે કર્યું છે, જ્યારે પૈનારોમા સ્પોટલાઇટ અને 70 એમએમ ટોકીઝ તેને પ્રસ્તુત કરશે.

આ સમાચાર સામે આવ્યા બાદ ઇરફાનના ફેંસ ખૂબ જ ખુશ છે અને ફરી એકવાર ઇરફાનને સ્ક્રીન પર જોવાની તક મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે,જે ઇરફાને ઘણા સમય પહેલા શૂટ કર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, ઇરફાન ખાન ન્યૂરોએન્ડ્રોક્રાઇન ટ્યુમરથી પીડિત હતા. તેમને વર્ષ 2018માં આ બીમારી હોવાની જાણ થઇ હતી. લગભગ એક વર્ષ સુધી તેની વિદેશમાં સારવાર ચાલતી હતી અને ત્યાંથી સ્વસ્થ થયા પછી તેણે અંગ્રેજી મીડિયમ માટે શૂટિંગ પણ કર્યુ હતું. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને રાધિકા મદાન સહિત અનેક કલાકારો હતા.

-દેવાંશી