બોલિવૂડના મશહૂર અભિનેતા ઈરફાન ખાનને પીજીએ એવોર્ડ શો માં સમ્માનિત કરાયા – નામના સ્પેલિંગમાં ભૂલ થતા ફેંસ થયા નારાઝ
- ઈરફઆન ખાનને પીજી એવોર્ડમાં યાદ કરવામાં આવ્યા
- ઈરફાનના નામના સ્પેલિંગમાં આયોજકોએ કરી ભૂલ
મુંબઈ – બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન હિન્દી સિનેમાના એક શ્રેષ્ઠ કલાકારોમાંના એક હતા. તેમના મોતને લઈને બોલિવૂડ તેમજ ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. ઇરફાને તમેના ફિલ્મી સફરમાં બોલિવૂડ અને હોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો કરી, જેમાં તેમના અભિનયને ખૂબ જ વખાણ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઈરફાનના શાનદાર અભિનય ચાહકો વિશ્વભરમાં છે. તેમને તાજેતરના પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા (પીજીએ) એવોર્ડ શોમાં યાદ કરવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન આયોજકો દ્રારા એક ભૂલ થઈ હતી.
ઇરફાન ખાને હોલીવુડમાં ઇન્ફર્નો, એ માઇટી હાર્ટ, લાઇફ ઓફ પાઇ, અમેઝિંગ સ્પાઇડર મેન અને જુરાસિક વર્લ્ડ જેવી મોટી ફિલ્મો કરી છે. ફિલ્મોમાં તેમના યોગાદાનને જોતા, એવોર્ડ શોમાં એક્ટરને યાદ કરવામાં આવ્યા હતો, ઈરફાનને ઇન મેમોરિયમ હેઠળ યાદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આયોજકોએ ઇરફાન ખાનના નામના સ્પેલિંગમાં ભૂલ કરી હતી અને ખોટચો સ્પેલિંગ લખ્યો હતો.
આ એવોર્ડ શો માં હોલીવુડ અભિનેતા કિર્ક ડગલસને પણ યાદ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020 માં 103 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. બ્લેક પેન્થર સ્ટાર ચેડવિક બોસમેન પણ યાદ કરવામાં આવ્યા હતા.
ઇરફાન ખાને 29 એપ્રિલ 2020 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તે બે વર્ષથી ન્યુરોઇંડ્રોકિન ટ્યૂમર સામે લડતા રહ્યા હતા. એક વર્ષ સુધી તેની સારવાર લંડનમાં થઈ. ફેબ્રુઆરી 2019 માં તે ભારત પરત આવ્યા હતા. તબિયત લથડતાં તેમને 28 એપ્રિલે મુંબઈની ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બીજા જ દિવસે તેમનું અવસાન થયું હતું.
સાહિન-