નર્મદામાંથી સિંચાઈનું પાણી હવે છોડવામાં નહીં આવે, પીવા માટે પાણીનો જથ્થો અનામત રખાશેઃ મુખ્યમંત્રી
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે હવે રાજયના કોઈપણ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં હવે પાણીને પીવા માટે જ અનામત રખાશે. રાજ્ય સરકાર માત્ર પીવાના પાણીને ધ્યાને રાખી તેનો સંગ્રહ કરશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિંચાઇનું પાણી છોડવામાં નહીં આવે નર્મદામાંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે અત્યારે સિંચાઈ માટે નવું પાણી છોડવામાં નહીં આવે સરકાર હવે પીવાના પાણી માટે સંગ્રહ કરશે તેવી સ્પષ્ટ વાત કરી હતી પીવાના પાણીની વ્યવસ્થા કરવી આપણી અગ્રીમતા છે. આશાવાદી છીએ કે વરસાદ આવશે.
મુખ્યમંત્રીએ આમંત્રણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણી ના ફોટા ના વિવાદ અંગે જણાવ્યુ હતું કે, વિરોધી તત્વો દ્વારા ખોટો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં સરકાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને કેન્દ્રમાં રાખીને આજથી વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો કરવા જઈ રહી છે જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત ઝવેરચંદ મેઘાણી ના પુસ્તકો ફોટાઓ અને તેમના લખેલા ગીતો સાથે કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે.
કૃષિમંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, 15 દિવસથી ખેડૂતો માટે પાણી છોડીએ છીએ. પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને પાણી આપીએ છીએ. સૌની યોજનાથી પાણી આપવાની વ્યવસ્થા પણ ચાલુ છે. પરંતુ હાલ રાજ્યમાં પીવાના પાણીની વ્યવસ્થા એ પ્રથમ કર્તવ્ય છે. સૌરાષ્ટ્રનું રાજકોટ હબ છે, રાજકોટથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અને ખેતીવાડી માટે જળ સંપત્તિની યોજનામાં જે પાણી રિઝર્વ રાખવાનું હોય છે, તેને લઈને ફાઈલ રાજ્ય સરકારે મુવ કરી છે, તેથી ખેડૂતો માટે પીવાનું પાણી મળશે. વધુમા કૃષિમંત્રીએ કહ્યું કે, અમે વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી છીએ. ખરીફ સીઝન રામ મોલ કહેવાય છે અને રામ મોલમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ જળવાયેલું જ રહેતું હોય છે. આ વર્ષે પણ ભગવાન આપણને વરસાદ આપશે.