હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે?
ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી માત્રામાં ખાવું જોઈએ.
ગોળની તાસીર ગરમ હોય છે. તેથી, જો તમે તેને ઉનાળામાં ખાઓ છો, તો તે પેટને ગરમ કરવાનું કામ કરે છે. જ્યારે શરીરનું તાપમાન વધે છે, ત્યારે તાવ, ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઉનાળામાં શરીરનું તાપમાન વધારે હોવાને કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. જેના કારણે ચક્કર અને બેહોશી આવી શકે છે. ઉનાળામાં કાકડી, તરબૂચ ખાવાથી પેટ ઠંડુ રહે છે.
ગોળની તાસીર ગરમ હોય છે, તેથી જો તમે તેને તમારા ડાયટમાં સામેલ કરો છો, તો તમને નાકમાંથી લોહી અને પાચન જેવી સાઈડઈફેક્ટ અનુભવ થઈ શકે છે.
ઉનાળામાં ગોળ ખાવાથી શરીરમાં જલન અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. ગોળમાં સુક્રોઝનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે તે ઓમેગા-3 ફેટી એસિડની પ્રક્રિયાને ધીમી કરે છે.