આજકાલની લાઈફમાં દરેક વસ્તુઓ મિલાવટ વાળી મળતી થઈ છે, ઘણી વખત તેવી વસ્તુ કે જે આપણા આરોગ્યને ફાયદો કરે છે તેજ વસ્તુમાં ભેળસેળ હોય છે અને પરિણઆમે આરોગ્ય સુધરવાને બદલે બગડે છે,જેમ કે મધ, શરદી ખાસી કફમાં આપણે મધનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ જો કે મધ પ્યોર ન હોય અને તે ખાંડની ચાસણી હોય તો આપણી સમસ્યા ઘટવાને બદલે વધે છે એટલે જ્યારે પણ મધની ખરીદી કરો ત્યારે તે અસલી છે કે નકલી તેની પરખ કરવી જરુરી બને છે,તો ચાલો જાણીએ કઈ રીતે ઓળખી શકાય છે કે મધ અસલી છે તે નકલી
મધમાં ઘણીવાર ગ્લુકોઝ સોલ્યુશન્સ, ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અને ઘણી વસ્તુઓ ભેળસેળ કરવામાં આવે છે. જેના વિશે ગ્રાહકો જાણતા નથી. જો તમે શ્રેષ્ઠ વાસ્તવિક મધ વિશે જાણવા માંગતા હોવ તો તે ખૂબ જ સરળ છે અને તમે આ ટેસ્ટ ઘરે પણ કરી શકો છો.
થમ્સ ટેસ્ટ
તમારા અંગૂઠા પર થોડી માત્રામાં મધ મૂકો, તપાસો કે શું તે અન્ય પ્રવાહીની જેમ ફેલાય છે? જો એમ હોય તો તે અસલી મધ નથી. અસલી મધને આમ કરવાથી તે ફેલાતું નથી . મધ જાડું હોવું જોઈએ અને તે અંગુઠા પરથી તરત સરી જતું નથી જે અસલી મધ હોય છે.
વોટર ટેસ્ટ
એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખો. જો તમારું મધ પાણીમાં ઓગળી રહ્યું છે તો તે નકલી છે. શુદ્ધ મધમાં ગાઢ રચના હોય છે, જે કપ અથવા કાચના તળિયે જામી જાય છે તેને ચમચી વડે મિક્સ કરવાની મહેનત લાગે છે.
વિનેગર ટેસ્ટ
વિનેગરના પાણીમાં મધના થોડા ટીપાં ઉમેરો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તમારું મધ નકલી છે.અને જો ફીણ નથી આવતા તો મધ અસલી છે તેમ જાણીલેવું
હિટ ટેસ્ટ
સામાન્ય રીતે મધ મધ ક્યારેય બળતું નથી, એટલે કે તેને આગ લાગતી નથી. હીટ ટેસ્ટ અજમાવવા માટે માચીસની લાકડીને મધમાં બોળીને બાળી લો. જો તે બળે છે, તો તમારું મધ ભેળસેળયુક્ત છે.