એવી ઘણી વાતો અને ડાયલોગો હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે કે, જે મર્દ હોય છે તેમને દર્દ નથી થતુ, મર્દ ખૂબ જ શક્તિશાળી હોય છે. જો કે, આ ખોટું છે દરેક માણસને દુખ અને પીડા થાય છે. ફિલ્મોમાં દુઃખદ પરિસથિતિમાં પણ મર્દો દ્વારા ભાવનાઓ ખૂબ સાવધાની પૂર્વક રજૂ કરવામાં આવે છે. આ સત્ય સામાન્ય જીવનમાં પણ જોઈ શકાય છે. ઘણા પતિઓ કોઈ પણ સંજોગોમાં તેમની પત્નિ સામે નબળાઈ બતાવતા નથી કેમ કે તે પરિવારના વડા છે.
• પુરૂષોને શિખવાડવામાં આવે છે કે ક્યારેય પણ પોતાની લાગણી ન બતાવવી, ખાસ કરીને સ્ત્રીઓ સામે.. હકીકત એ છે કે તેઓ પોતાના જીવનસાથી સામે સૌથી વધુ આરામથી તેમની લાગણીઓ વ્યક્ત કરી શકે છે, આમ કરવાથી તેઓ હળવાશ અનુભવશે.
• પુરૂષો અન્ય પુરૂષો સામે ઓછું રડે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ એક બીજા સામે વધુ મેનલી દેખાવા માગે છે. પરંતુ તેઓ તેમની પત્નિ અથવા ગર્લફ્રેન્ડની સામે ઓછી આવી લાગણીઓ ધરાવે છે. તે સિવાય તેઓ એ પણ સારી રીતે સમજી ગયા હોય છે કે મહિલાઓ લાગણીઓને સમજવામાં વધુ સક્ષમ હોય છે.
• જો પતિ રડે અને પત્નિ તેને સાથ આપે. તેને ભાવનાત્મક રાહત આપવામાં મદદ કરે છે. આ કારણે તેમના પર રડવાની સકારાત્મક અસર રડે છે અને તેઓ તેમની લાગણી સારી રીતે સમજી શકે છે. આ તેમને નકારાત્મક વિચારથી બચાવે છે.
• પુરૂષોનું રોવું વધારે ગંભીર છે. એક હકિકત છે કે, પુરૂષો તેમણી લાગણીઓ વ્યક્ત કરવામાં અચકાય છે, આ પ્રકારની પરિસ્થિતિમાં જો કોઈ તેમને રડવા માટે મજબૂર કરે છે તો તેનો અર્થ એ છે કે તે ખરેખર ખૂબ ગંભીર છે.