શું ચહેરા પર બરફનો ઉપયોગ કરવો સલામત છે? જાણો સ્કિન પર શું થાય છે તેની અસર
ચહેરાને સુંદર બનાવવા લોકો ઘણા પ્રયાસ કરે છે, એવામાં ઘણા લોકો બરફનો ઉપયોગ કરે છે. પણ શું બરફનો ઉપયોગ કરવો સલામત હોય છે.?
ચહેરાને સુંદર બનાવવા લોકો ઘણા પ્રયાસ કરે છે, એવામાં ઘણા લોકો બરફનો ઉપયોગ કરે છે. પહેરા પર બરફ લગાવવાથી સોજો ઓછો થી જાય છે અને ખીલ, એલર્જી જેવી સમસ્યાઓ દૂર થાય છે.
જો તમારી ઓઈલી સ્કિન છે, તો બરફ લગાવવાથી તમને ફાયદો મળી શકે છે. આ તેલ ઉત્પાદનને ઓછુ કરે છે.
ચહેરા પર વધારે સમય સુધી બરફ લગાવવાથી સ્કિન શુષ્ક અને નિર્જીવ બની જાય છે. તેથી, થોડો સમય બરફ જ લગાવો.
જો તમારી સ્કિન સંવેદનશીલ હોય, તો તમારે બરફનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
દરેક વ્યક્તિની સ્કિન અલગ-અલગ હોય છે, તેથી કેટલાક લોકોને બરફથી એલર્જી થઈ શકે છે. જો આવું થાય, તો ચોક્કસ ડૉક્ટરની સલાહ લો.