જીવનમાં ખૂબ ભાગદોડ છે ? માનસિક રીતે થાકી ગયા છો? તો જાણો આ વાતો જે મેન્ટલી હેલ્થને સુધારવામાં છે ઉપયોગી
- મેન્ટલ હેલ્થને સુધારવા માટે પોતાના લોકો સાથે સમય વિતાવો
- હંમેશા એકલા રહેવાનું ટાળો લોકો સાથે મળતા રહો
આજકાલ દરેક લોકોનું જીવન અતિશય ભાગદોડ વાળું બની ગયું છે. ઘરની જવાબદારીઓથી લઈને ઓફીસનું કામ માણસને માનસિક રીતે થકવી રહ્યું છે, સમય પાણીની જેમ પસાર થતો હોવાથી આપણે પોતાના જ માટે સમળ ફાળવી શકતા નથી આવી સ્થિતિમાં તમારે થોડી હદે તાની જીવનશૈલીને બદલવાની જરુર છે જેથી તમે માનસિક તાણમાંથઈ બહાર આવી શકો અને ભાગદોળ વાળા જીવનમાં પણ ખુશખુશહાલ રહી શકો.
1 – જ્યારે પણ સમય મળે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરો
આજકાલ ઓફીસ અને ઘરની વચ્ચે જાણે ઘરનો મોભી ખોવાય ગયો છે,કમાવાની જવાબદારીમાં તેઓ ક્યાક પરિવારનો સાથ ગુમાવી રહ્યા છે સરખો સમય આપી રહ્યા નથી આવી સ્થિતિમાં માનસિક તાણ અનુભવાય છે જેથી પરિવારના લોકો સાથે સમસ્યાઓ શેર કરતા શીખો બને તો રજાના ગાળામાં પરિવાર સાથે સમય વિતાવો
2 – માનસિક સમસ્યાઓને એવોઈડ ન કરો
જ્યારે તને બધી રીતે થાકી ગયા છો અને તમને ખબર છે કે તમારી મેન્ટલી હેલ્થ બગડી રહી છે ત્યારે પહેલા તો તે વાતનો પોતે સ્વિકાર કરો પછી નજીકના મિત્ર કે પરિવારને વાત કરો તમને ગમતા કામ કરો ગમતા લોકો સાથે રહો જેથી માનસિક થકાન દૂર થાય,ઘણા લોકો માનસિક થાકને સામાન્ય માનીને અવગણના કરે છે. પરંતુ આ તમારી શારીરિક અને માનસિક સમસ્યાઓને વધુ વેગ આપે છે. આવી સ્થિતિમાં માનસિક થાક ઓછો કરવો અત્યંત જરૂરી બની જાય છે.
3- પોતાની જાત ને સમય ફાળવો
માનસિક થાકને ઓછો કરવા માટે, તમારે દરરોજ તમારા માટે થોડો સમય કાઢવો જોઈએ. આવા સમયે તમને જે ગમે તે કરો. ઉદાહરણ તરીકે, સંગીત સાંભળવું, ચાલવું, પુસ્તકો વાંચવું અથવા ખરીદી કરવા જવું વગેરે.
4 – એક સાથે અનેક કામ કરવાનું ટાળો
જ્યારે તમે કોઈ એક કામ કરતા હોવ ત્યારે તેના પર જ ફોકસ કરો તેના સાથે બીજા અન્ય કામ કરવાનું ટાળો ટૂંકમાં એક સમયે એક જ કામ કરવાની આદત તમારો માનસિક થાક ઓછો કરી દેશે
5 – જો તમારે માનસિક થાક ઓછો કરવો હોય તો તેના માટે તમારે દરરોજ સારી અને ગાઢ ઊંઘ લેવી જોઈએ. આ માટે દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લો કારણ કે ઓછી કે વધુ ઊંઘથી માનસિક થાક પણ વધે છે.