ભારતીય રેલ્વે ટ્રેનની ટિકીટ બૂક કરાવવા પર આપી રહ્યું છે 5 ટકા ડિસ્કાઉન્ટ – જાણો શું છે વિગત અને તેની શરત
- ભારતીય રેલ્વે આપીરહી છે ટિકિટ બૂક પર ડિસ્કાઉન્ટ
- યૂપીએઈ પેમેન્ટ કરવા પર મળે છે 5 ટકા ડિસ્કાઉન્ટ
દિલ્હીઃ-વિતેલા વર્ષથી જ કોરોના વાયરસને કારણે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું, ત્યારે હવે ઘીરે ઘીરે કોરોનાના કેસો ઓછા થતા જ રેલ્વે અનેક મહત્વપૂર્ણ રૂટો પર લગભગ તમામ ટ્રેનો ફરી દોડાવી રહ્યું છે. જો તમે પણ ટ્રેન દ્વારા ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સમાચાર સામે આવ્યા છે.
વાત જાણે એમ છે કે રેલ્વે વિભાગ હવે ટિકિટ બૂક કરવાતી વખતે તમને ડિસિકાઉન્ટ આપી ,મળતી માહિતી પ્રમાણે ભારતીય રેલ્વે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે,યુપીઆઈ દ્વારા ટ્રેનની ટિકિટ બૂક કરાવીને પૈસાની ચૂકવણી કરનારાઓને છૂટ આપી રહી છે. યુપીઆઈ દ્વારા ટિકિટ ચૂકવીને મૂળ ભાડાની કુલ કિમંત પર તમને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જાણો કંઈ રીતે લઈ શકાય છે ડિસ્કાઉન્ટનો લાભ
આ ઓફરની કરતાં જાહેરાત કરતા ભારતીય રેલ્વેએ જણાવ્યું છે કે તેમણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ અને ભારત ઈન્ટરફેસ ફોર મની દ્વારા રેલવે ટ્રેન ટિકિટ બુક કરાવવાના ડિસ્કાઉન્ટને આવનારા વર્ષ 12 જૂન, 2022 સુધી વધારી દીધું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેએ 1 લી ડિસેમ્બર 2017 થી ટિકીટ માટેની ચુકવણી સ્વીકારવાની આ પદ્ધતિ શરૂ કરી હતી.
જો કે, રેલવે મુસાફરો આ છૂટનો લાભ કાઉન્ટરો પર ટિકિટ બુક કરાવીને કરી શકે છે ઓનલાઇન ટિકિટ બુક કરાવીને આ લાભ મળી શકશે નહીં. રેલવેએ પીઆરએસ અનામત કાઉન્ટર ટિકિટોમાં મહત્તમ રૂ .50 ની આધીન મૂળભૂત ભાડાના કુલ મૂલ્ય પર 5 ટકા છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. યુપીઆઈ / બીએચઆઇએમ પણ કાઉન્ટર દ્વારા ટિકિટ બુક કરતી વખતે ચુકવણી વિકલ્પ તરીકે સ્વીકૃત છે. ટિકિટમાં મહત્તમ 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને ટિકિટની કિંમત 100 રૂપિયાથી વધુ હોવી જરુરી છે ત્યારે જ આ લાભ મેળવી શકાશે