- રશિયામાંથી આઈએસનો આતંકી ઝડપાયો
- ભારતના શીર્ષનેતાઓ પર હુમલો કરવાનું હતુ પ્લાનિંગ
દિલ્હીઃ- ભારત પર આતંકીઓની હંમેશા નજર હોય છે ,દેશની એકતા અને શાંતિને ભંગ કરવાનો સતત પ્રયત્નમાં અનેક સંગઠનો લાગેલા હોય છે જો કે સેનાના જવાનો અને સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ સતત આતંકીઓની નાપક હરકતો પર નજર માંડીને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે ત્યારે આજરોજ રશિયામાં થી આઈએસનો એક આતંકી ઝડપાયો છે જેણએ ભારતના શીર્ષ નેતાઓ પર હુમલાનું પ્લાનિંગ કર્યું હતુ
રશિયા એજન્સી દ્રારા જે આત્મઘાતી બોમ્બરને પકવામાં આવ્યો છે તે ભારતમાં આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતો. એફએસબીના અધિકારીઓએ જણાવ્યું કે આ ફિદાયન મધ્ય એશિયાના એક દેશનો વતની છે. પ્રારંભિક પૂછપરછ દરમિયાન, આતંકવાદીએ કબૂલ્યું છે કે તેણે ટોચના ભારતીય નેતાને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે એ પણ જણાવ્યું કે IS ભારતમાં હુમલાની યોજના બનાવી રહ્યું છે.ધરપકડ કરાયેલ આતંકવાદીને ISIS દ્વારા તુર્કીમાં આત્મઘાતી બોમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
તેના પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ આતંકી એપ્રિલથી જૂન સુધી તુર્કીમાં હતો અને ત્યાં તેણે આતંકવાદની તાલીમ લીધી હતી. તેને પહેલા રશિયા મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી ભારત મોકલવાની તૈયારી કરાઈ હતી. રશિયન સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે આતંકવાદીએ ભારતના શાસક પક્ષના એક નેતાની હત્યા કરવા માટે વિસ્ફોટકોથી પોતાને વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી.
આ સાથે જ ISIS ઈન્ટરનેટ પર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેમની વિચારધારા ફેલાવી રહ્યો છે. સાયબર સ્પેસ પરની એજન્સીઓ આ અંગે સતર્ક છે અને તેમની સામે કાયદા અનુસાર પગલાં પણ લઈ રહી છે.