તમારી બાઇક બરોબર ચાલતી હોય અને અચાનક જ ઝાટકા મારવા લાગે અથવા વચ્ચે વચ્ચે બંધ થઈ જાય તો બાઇકમાં નાખેલું પેટ્રોલ મિલાવટી હોય શકે છે. ઘણીવાર પેટ્રોલપંપ પર ભેળસેળવાળું પેટ્રોલ બાઇકમાં નાખતા એન્જિન પર ખરાબ અસર થાય છે જેથી બાઇકમાં નાખેલા પેટ્રોલને ચેક કરવું જોઈએ.
• જાણીએ કે બાઇકમાં ખરાબ પેટ્રોલને કેવી રીતે ચેક કરવુ
બાઇકમાં નાખેલું પેટ્રોલ ખરાબ છે તે જાણવા તેને કોઈ પારદર્શી બોટલમાં કાઢવું જોઈએ અને જો તે હલકા વાદળી અથવા ગુલાબી કલરનું હોય તો પેટ્રોલ બરોબર છે અને બાઇકમાં કઈ બીજી સમસ્યા હોય શકે છે પરંતુ જો હલકા પીળા અથવા તો બીજા રંગનું હોય તો આ ભેળસેળ વાળા પેટ્રોલની નિશાની છે જેથી તેને તરત જ બાઇકથી નીકાળી દેવું જોઈએ..
• ટીસ્યુ પેપરથી પણ જાણી શકીએ છીએ પેટ્રોલની ગુણવત્તા
જો ટીશું પેપરને પેટ્રોલમાં ભેળવી તેને નિચોળવામાં આવે અને ટીશું પેપર સંપૂર્ણ રીતે સુકાઈ જાય, બીજો કોઈ પદાર્થ ન બને તો પેટ્રોલ બરોબર છે પરંતુ જો ટીશું પેપરમાં તૈલી પદાર્થ જેવી ભીનાશ રહે તો સમજવું કે પેટ્રોલ ભેળસેળવાળુ છે.
• આ વાતનું ખાસ રાખો ધ્યાન
જો પેટ્રોલ ભેળસેળવાળું હશે તો તેમાંથી અલગ પ્રકારની દુર્ગંધ આવતી હશે અને જો પેટ્રોલ એકદમ પ્યોર હશે તો આવી કોઈ દુર્ગંધ આવશે નહીં જેથી એ બાબતનું દયાન રાખવું.
ભેળસેળવાળા પેટ્રોલથી બચવા માટે હમેશા પ્રતિષ્ઠિત પેટ્રોલપંપથી જ પેટ્રોલ પુરાવવું જોઈએ જેથી ભવિષ્યમાં ચલાવનારને કોઈ તકલીફ ના પડે.