ગરમીમાં બાળકનું વર્તન અલગ છે? તો તેને હોઈ શકે છે આ સમસ્યા
દેશમાં અત્યારે ગરમીનો પારો વધારે છે, કેટલાક રાજ્યોમાં લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે આવામાં ગરમીની અસર મોટા લોકોની સાથે બાળકોને પણ થાય છે તેવું જાણકારો દ્વારા કહેવામાં આવે છે. જો બાળકોનું પણ ગરમીમાં વર્તન અલગ થઈ ગયું છે તો તે તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાવ અને જાણો કે તેને હાઇપર થર્મિયા નામની સમસ્યા તો નથી ને.
વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોકની સમસ્યા પણ થઈ રહી છે. ઉનાળામાં જો તમારું બાળક માથાના દુખાવા, ચક્કર, ઉલ્ટી, બેચેની કે ત્વચા લાલ થવા જેવી પરેશાની થતી હોય તો તુરંત હોસ્પિટલ જવું જોઈએ.
નિષ્ણાત ડોક્ટરનું કહેવું છે કે આ સિઝનમાં બાળકોને હાઈપર થર્મિયા પણ થઈ શકે છે. હાઈપર થર્મિયામાં બાળકોના શરીરનું તાપમાન અચાનક વધવા લાગે છે. જો કોઈમાં હાઈપર થર્મિયાના લક્ષણ દેખાય છે તો તેને આઈસપેક અને ઠંડા પાણીના માધ્યમથી પ્રાથમિક ઉપચાર કરો. જો ચોક્કસ સમયે હાઈપર થર્મિયાની સારવાર કરવામાં ન આવે તો ઘણી પરેશાનીઓ ઉભી થઈ શકે છે.
હાઈપર થર્મિયા બાળકોને ઝડપથી અસર કેમ કરે છે તે અંગે ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકો રમત રમતમાં પાણી પીવાનું ભૂલી જાય છે તેમજ અતિશય નાનું બાળક હોય તો તે તેના ખાવા -પીવાના શિડ્યૂલ પણ જળવાતા નથી. માટે આવા બાળકો ઝડપથી હાઈપર થર્મિયાના ભોગ બનતા હોય છે. તમને જો એવું લાગે કે ગરમીના સમયમાં અચાનક જ તમારા બાળકનું શરીર ગરમ થઈ જાય છે તો આ બાબતને સામાન્ય ન ગણતા બાળકના શરીરના તાપમાનને વારંવાર નોંધવાનું રાકો. જો સતત તાપમાન વધારે રહેતું હોય તો પછી તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સિઝનમાં બાળકને શરીરમાં અંદરથી ઠંડક રહે તેવી વસ્તુઓ ખવડાવવી , જેમ કે વરિયાળી, કાળી દ્વાક્ષ, કેરીનું શરબત વગેરે આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે બાળકોને આ સમસ્યાથી બચાવવા માટે કેટલીક વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ જેમ કે જ્યાં સુધી ગરમ હવા આવતી હોય ત્યાં સુધી તેને બહાર રમવા કે કસરત કરવા માટે ન મોકલો. હાલમાં વધતા તાપમાનમાં બાળકનું હિટ સ્ટ્રોકથી રક્ષણ કરવા માટે બાળકોને ગરમીના સમયે ઘરમાં જ રાખો. બાળકોને પાણીથી ભપૂર ફળોનું સેવન કરવા માટે આપો.
આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.