ગરદનનો ભાગ કાળો પડી ગયો છે? તો હવે આ રીતે તેને પણ ચમકાવો
દરેક લોકો અત્યારના સમયમાં ઈચ્છતા હોય છે કે તે વધાર આકર્ષિત અને એટ્રેક્ટિવ કેવી રીતે લાગે, ખાસ કરીને મહિલાઓ કે જે આ વાતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ખર્ચ પણ કરી નાખે છે તો આવામાં જો વાત કરવામાં આવે ગરદનના કાળા પડી ગયેલા ભાગની તો તેને પણ આ રીતે હવે ચમકાવી શકાય છે.
ગરદન પરની કાળાશને દૂર કરવા માટે એલોવેરા અને મુલ્તાની માટી સૌથી બેસ્ટ છે. મુલ્તાની માટી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે એક બાઉલ લો અને એમાં એલોવેરા જેલ લઇ લો. તમારા ઘરે એલોવેરા નથી તો તમને માર્કેટમાંથી સરળતાથી એલોવેરા જેલ મળી રહે છે. આ જેલમાં મુલ્તાની માટી મિક્સ કરી લો.
હવે આ પેસ્ટને બરાબર હલાવી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારી ગરદન પર લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેસ્ટ 15 મિનિટ સુધી ગરદન પર રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ગરદન ધોઇ લો. આ ઉપાય તમે રોજ કરો છો તો તમારી કાળી પડી ગયેલી ગરદન ચમકે છે.
આ ઉપરાંત હળદર, બેસન અને દૂધ પણ એક બાઉલ લો અને એમાં આ ત્રણ વસ્તુ બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ગરદન પર લગાવો અને 20 મિનિટ રહીને ધોઇ લો. આ ઉપાય રોજ કરવાથી ગરદન પરની કાળાશ દૂર થઇ જાય છે.