શું તમારા હાથ-પગ, ચહેરાની ત્વચા પાતળી છે? તો આ હોઈ શકે છે કારણ
જ્યારે કોઈ વ્યક્તિની ત્વચા પાતળી અથવા વધારે જાડી હોય ત્યારે તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવામાં કેટલાક લોકોની સમસ્યા પણ આ જ હોય છે કે તેમની પાતળી ત્વચાને કારણે તેમને અનેક પ્રકારની તકલીફ પડતી હોય છો, તો હવે જાણો કે આવું કેમ થતું હોય છે.
જ્યારે ત્વચા પાતળી થઈ જાય છે ત્યારે નસો અને હાડકાં દેખાય છે. તેને અવગણવું સારું નથી. નિષ્ણાતોના મતે આપણી ત્વચા ત્રણ સ્તરોની બનેલી હોય છે. જેનો સૌથી અંદરનો ભાગ હાઇપોડર્મિસ છે, જે ચરબી અને પરસેવાની ગ્રંથીઓથી બનેલો છે. આની ઉપર ત્વચા છે અને સૌથી બહારનું સ્તર એપિડર્મિસ છે. બાહ્ય ત્વચામાં ચરબીની ઉણપને કારણે ત્વચા પાતળી થવા લાગે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લો. વધતી ઉંમર પણ આનું એક કારણ છે. ઉપરાંત, જો ત્વચા સતત સૂર્યપ્રકાશના સંપર્કમાં રહે છે, તો પણ તમને આ સમસ્યા થઈ શકે છે.
પાતળી ત્વચા હોય ત્યારે લોકોએ આ વાતની કાળજી રાખવી કે સ્વાસ્થ્ય કે ત્વચાની કોઈપણ સમસ્યાને દૂર કરવા અથવા સ્વસ્થ રહેવા માટે શરીરમાં પાણીની સંપૂર્ણ માત્રા હોવી જોઈએ. એવું કહેવાય છે કે પાણી આપણા જીવનમાં રામબાણની ભૂમિકા ભજવે છે. દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. જો તમારે તડકામાં જવું હોય તો ત્વચાને યોગ્ય રીતે ઢાંકીને જ બહાર નીકળો. આ સિવાય અડધા કલાક પહેલા સનસ્ક્રીન લગાવ્યા પછી જ બહાર નીકળો.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે અને તેનું પાલન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો