- મધ અસલી છે કે નકલી તેને પહેલા ઓળખો
- મધ લેતા વખતે પહેલા ચકાશવું ત્યાર બાદ જ લેવું
- જો મધને બદલે ચાસણી પી રહ્યો છો તોહેલ્થ પર પડે છે અસર
શિયાળાની ઋતુ એટલે શિયાળું પાક ખાવાની ઋતુ ,શિયાળામાં આપણે આપણો ખાકસ ખોરાક લેતા હોઈએ છીએ તેમાંથી એક છે મધ ,દરરોજ સવારે ઘણા લોકો ગરમ પાણીમાં મધ નાખીને પીવે છે તો કેટલાક લોકો લીબું પાણીમાં મધનો ઉપયોગ કરે છે,તો વળી કેચટલીક વાનગીઓ માં પણ આપણ મધ વાપરતા હોઈએ છીએ પણ જો તમે મધના બદલે ખાંડની સાચણી તો નથી વાપરી રહ્યા છે, તો હવે તમારા મનમાં ખ્યાલ આવશે કે તે કઈ રીતે ખબર પડે? તો મધને ચકાશવાની કેટલીક રીત લાવ્યા છે જેના થકી ચોક્કસ તમને ખબર પડશે કે મધ એસલી છે કે નકલી.
આયોડિન ટેસ્ટ – સૌથી પહેલાં મધને પણીમાં મિક્સ કરવાનું છે અને હવે તેમાં થોડું આયોડીન ભેળવવાનું છે. જો આ મિક્સચર વાદળી રંગમાં બદલાઇ જાય છે તો સમજી લેજો તેમાં સ્ટાર્ચ કે લોટ ભેળવેલો છે. આપને પાસે જે મધ છે તે ભેળસેળ યુક્ત છે. આ વિધિમાં આપે બજારમાંથી આયોડીન ખરીદવાનું રહેશે.
બ્લોટિગ પેપર ટેસ્ટ-ત્રીજી વિધિમાં આપે બ્લોટિંગ પેપર પર થોડુ મધ નાખવું. જો પેપર મધ ચુસી લે છે તો સમજી લેવું કે તે ભેળસેળ યુક્ત છે.
વોટર ટેસ્ટઃ-એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખો. જો તમારું મધ પાણીમાં ઓગળી રહ્યું છે તો તે નકલી છે. શુદ્ધ મધમાં ગાઢ રચના હોય છે, જે કપ અથવા કાચના તળિયે જામી જાય છે તેને ચમચી વડે મિક્સ કરવાની મહેનત લાગે છે.
કોટન ટેસ્ટ- એક લાકડીમાં રુ લપેટવું પછી તે લાકડીને મધમાં ડુબાડવી. રુ લપેટેલી લાકડીમાં માચિસથી આગ લગાવો. જો મધ બળવા લાગે તો સમજી લો તે શુદ્ધ છે.
વિનેગર ટેસ્ટઃ-વિનેગરના પાણીમાં મધના થોડા ટીપાં ઉમેરો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તમારું મધ નકલી છે.અને જો ફીણ નથી આવતા તો મધ અસલી છે તેમ જાણીલેવું
હિટ ટેસ્ટઃ- સામાન્ય રીતે મધ મધ ક્યારેય બળતું નથી, એટલે કે તેને આગ લાગતી નથી. હીટ ટેસ્ટ અજમાવવા માટે માચીસની લાકડીને મધમાં બોળીને બાળી લો. જો તે બળે છે, તો તમારું મધ ભેળસેળયુક્ત છે.