અત્યારના સમયમાં મોટાભાગના ડોક્યુમેન્ટ લોકો પીડીએફ ફાઈલમાં શેર કરતા હોય છે અને મેળવતા પણ હોય છે. ક્યારેક કોઈ મહત્વની ફાઈલ હોય તો તેમાં લોકો પાસવર્ડ રાખી દેતા હોય છે. પણ કેટલાક લોકો પાસવર્ડ વારંવાર ઓપન કરવામાં તકલીફ પણ પડતી હોય છે. તો આ હવે તે પાસવર્ડને આ રીતે દુર કરી શકાય છે.
પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરવા માટે, ક્રોમ બ્રાઉઝરમાં પીડીએફ પાસવર્ડ રીમુવરને સર્ચ કર્યા પછી, કેટલીક વેબસાઇટ્સ દેખાશે, જેના પર ક્લિક કર્યા પછી ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરવું ખૂબ જ સરળ છે. આ માટે ન તો તમારે પૈસા ખર્ચવાની જરૂર છે અને ન તો કોઈની પાસે જવાની જરૂર છે. પીડીએફ ફાઈલ હવે સામાન્ય જરૂરિયાત બની ગઈ છે. બિલ ડાઉનલોડ, ઓનલાઈન આધાર કે અન્ય કોઈ જરુરી ડોક્યુમેન્ટ બધા પર પાસવર્ડ સેટ હોય છે. આવી સ્થિતિમાં જો તમે આ ડેટા કોઈની સાથે શેર કરો છો અને તેના પરનો પાસવર્ડ હટાવતા નથી.