- ચહેરા પર સફેદ વાળ રહી ગયા છે?
- ચિંતા ન કરો
- આ ઉપાયને કરી દો શરૂ
ચહેરો એ દરેક લોકો માટે એવી વસ્તુ છે તે જેને જોઈને કોઈપણ વ્યક્તિ વિશે મોટા ભાગની જાણકારી મળી જતી હોય છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓ તથા પુરુષો દ્વારા તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય છે અને ખાસ કરીને ચહેરાની. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને ડેઈલી લાઈફની કેટલીક ભૂલોને કારણે નાની ઉંમરમાં જ ન થવાની સમસ્યાઓ થવા લાગી છે. જેમાંથી એક છે આઈબ્રોના વાળ સફેદ થવા. મહિલાઓ અને પુરૂષો બંનેમાં આ સમસ્યા જોવા મળે છે.
જો કે આ બધું થવા પાછળના કારણો પણ અલગ છે. કારણો એવા છે કે પોષણની કમી, ઉંઘ પૂરી ન થવી, ઈલેક્ટ્રિક ગેજેસ્ટનો વધુ ઉપયોગ, સ્ટ્રેસ, ચિંતા, મેકઅપનો વધુ પડતો ઉપયોગ, હોર્મોનલ સમસ્યા જેવા ઘણાં કારણોથી આઈબ્રોના વાળ સફેદ થવા લાગે છે.
હવે આ માટે નિરાકરણ છે કે જે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તે લોકોએ રોજ દિવસમાં એકવાર આઈબ્રો પર કાચું દૂધ લગાવવું. અડધો કલાક રાખી ધોઈ લેવાથી આઈબ્રોના વાળ નેચરલી કાળા થવા લાગશે. સાથે સાથે રોજ દિવસમાં 2 વાર સહેજ નારિયેળનું તેલ આઈબ્રો પર લગાવવાથી અને મસાજ કરવાથી આઈબ્રોના વાળ સફેદ નહીં થાય.
ડુંગળીનો રસ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. જેથી રોજ એકવાર આઈબ્રો પર ડુંગળીનો રસ અવશ્ય લગાવો. પછી 15 મિનિટ રાખીને ધોઈ લો. આનાથી આછી આઈબ્રો ઘટ્ટ થશે અને સાથે જ આઈબ્રોના સફેદ વાળ નેચરલી કાળા થવા લાગશે.
જો કે આ તમામ ઉપાય છે તે આયુર્વેદિક અને ઘરેલું ઉપાય છે. કેટલાક લોકોને આ પ્રકારના ઉપાય માફક ન પણ આવે તો તે માટે તેમણે પહેલા ડોક્ટરની કે જાણકારની સલાહ લેવી જરૂરી છે.