Site icon Revoi.in

શું ચહેરા પર સીધુ દહીંનો ઉપયોગ કરવો સ્કિન માટે સારું કે નહીં?

Social Share

દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંની મદદથી તમે ફેસ પરથી ડેડ સ્કિનને સરળતાથી દૂર કરી શકો છો. દહીંનો ઉપયોગ કરીને સ્કિનને બળતરાને અને પિમ્પલને ઘટાડી શકો છો. પણ તમે જાણો છો દહીંનો સીધો ઉપયોગ કરવો સ્કિન માટે સારું કે નહીં? આજે તમને દહીંના ઉપયોગ વિશે જણાવીએ.

દહીંનો ઉપયોગ
દહીંને સ્કિન પર સીધી રીતે લગાવી શકાય છે. પણ જે લોકોની સંવેદનશીલ સ્કિન છે તે લોકોને તેનો ઉપયોગ કરવાથી પરેશાની થઈ શકે છે. દહીં સ્કિનને હાઈડ્રેટ અને મોઈશ્ચારાઈજ કરે છે અને સોજો અને લાલાશને ઘટાડવામાં મદદ કરે દહીંનો ઉપયોગ કરીને તમે ચહેરાને નિખઆરી શકો છો એટલું જ નહી તેનો ઉપયોગથી સ્કિન કોમળ બને છે અને ફોલ્લીઓ પણ ગાયબ થવા લાગે છે.

આ વાતોનું રાખો ધ્યાન
ચહેરા પર દહીં લગાવતા સમયે સાદું દહીં પસંદ કરો, અને ધ્યાન રાખો કે દહીં ઠંડુ હોવું જોઈએ. ફેસ પર દહીં લગાવવાની સાથે તેને ગરદન પર પણ લગાવી શકો છે. પણ લગાવતી વખતે પાતળી પરત રાખો. વધારે ઘાટું દહીં સ્કિન સબંધિત પરેશાની કરી શકે છે. દહીંને 15 મિનિટથી વધારે સમય સુધી ના લગાવેલું રાખવું. 15 મિનિટ પછી તમે તેને ઠંડા પાણીથી ધોઈ શકો છો. દહીં લગાવ્યા પછી તમે મોઈશ્ચરાઈજ પણ લગાવી શકો છો.

થઈ શકે છે એલર્જી
ઘણા લોકોની સ્કિન પર દહીંનો ઉપયોગ કરવાથી એલર્જી કે જલન જેવી સમસ્યા થાય છે. દહીંમાં બેક્ટેરિયા હોય છે. જે પિમ્પલ્સ પેદા કરી શકે છે.