Site icon Revoi.in

શું તમારા બાળકને ટીવી જોવાની આદત પડી ગઈ છે? તો ચેતી જજો

Social Share

કોરોનાના કારણે બાળકો મોટાભાગનો સમય ઘરમાં વિતાવી રહ્યા છે અને આ કારણે તેઓ ટીવી અને ગેજેટ્સ ફ્રેન્ડલી બની ગયા છે. પહેલા વાલીઓ ઓફિસ અને બાળકો શાળાએ જતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઊંધી થઇ ગઇ છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના કારણે સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. આજે બાળકોને કોઈપણ સર્જનાત્મક વસ્તુ શીખવવા કે મનોરંજન માટે ટીવી કે ફોનનો સહારો લેવો પડે છે. જો બાળકો માટે ટીવી જોવું મજબૂરી હોય તો આ માટે કેટલીક હેલ્થ કેર ટિપ્સ અપનાવવી ખૂબ જ જરૂરી છે.

જો બાળકને મોબાઈલ કે ટીવી જોવાની આદત પડી ગઈ હોય અને તે તેને કલાકો સુધી છોડતો નથી તો આ સ્થિતિમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. બાળક માટે ટીવી અને મોબાઈલ એવી જગ્યાએ રાખો જ્યાંથી તે તેની આંખોને નુકસાન ન પહોંચાડે. બાળક અને સ્ક્રીન વચ્ચે થોડું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે.

એવું જોવામાં આવ્યું છે કે આજકાલ બાળકોને બંધ રૂમમાં લાઈટ બંધ કરીને ટીવી જોવાની આદત પડી ગઈ છે. આ પદ્ધતિથી તેમની આંખોને ઘણું નુકસાન થઈ શકે છે. બાળક જ્યારે પણ ટીવી જુએ ત્યારે તે દરમિયાન લાઇટ ચાલુ રાખો. આમ કરવાથી તેની આંખો પર ટીવીમાંથી નીકળતી લાઈટની ખરાબ અસર નહીં થાય.

આ ડિજિટલ યુગે આપણા જીવનમાં ઘણી વસ્તુઓ એટલી સરળ બનાવી દીધી છે કે આપણને ગેજેટ્સની આદત પડી ગઈ છે. આ ગેજેટ્સની સૌથી ખરાબ અસર મોટા બાળકો પર પડે છે. ટેક્નોલોજી એટલી ઝડપી બની ગઈ છે કે નાના બાળકો કલાકો ગેજેટ્સ પર વિતાવે છે. બાળકો કલાકો સુધી ટીવી અને મોબાઈલ જુએ છે અને આ આદત તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે.