તમારું બાળક તંદુરસ્ત નથી ? તો હવે તેની જીવનશેલી પર આ રીતે આપો ધ્યાન
- બાળકોને ઘરનું ભોજન આપો
- બાળકોને રમવા અને અભ્યાસ કરવાનો સમય ફાળવો
- બાળકો પર કોઈ પણ વાતનો વધુ ભાર ન આપો
કેટલીક મમ્મીઓની ફરીયાદ હોય છે કે મારું બાળક તો સાવ સુકાતું જ જાય છે. કંઈજ ખાતું નથી બસ રમવામાં જ ધ્યાન છે, અને આ વાત આજે મોટા ભાગની મમ્મીઓની ફરીયાદ છે, જો કે બાળક નાનું હોય ત્યારથી જ તેને કેટલીક આદતો આપણે પાડી દેવી જોઈએ જેથી બાળક ખાવા પીવાથી લઈને દરેક બાબતે નિયમિત રહે , બાળક તંદુરસ્ત ન હોવાનું પહેલું કારણ છે તેનો ખોરાક જેથી કરીને બાળકને ખાવા માટેનું ટાઈમટેબલ હોવું જોઈએ.
કેટલાક બાળકો બાળકો નાસ્તો નથી કરતા, જેના કારણે તેઓ નબળા પડી જાય છે અને તેમનામાં કોઈ પણ કામ કરવાની એનર્જી નથી હોતી. તેથી, તેમનામાં સવારના નાસ્તાની આદત પાડી દો જેથી તેમનામાં ઊર્જાની કમી નહીં રહે.બાળકોમાં શરીર અને મન બંનેનો વિકાસ થાય છે. આવી સ્થિતિમાં જો તેઓ પૌષ્ટિક આહાર ન લે તો તેમના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે.બાળકોને બહારના રેડીમેટ પીણા આપવાનું ચટાળો જે પેટને લાંબાગાળે ખારબ કરે છે તેના બદલે તમે ફ્રૂટ જ્યૂસ કે ઘરે પીણા બનાવીને પીવડાવો તો વધારે સારુ રહે છે
નાનાપણ થઈ બાળકોને શાકભઆજીના જ્યુંસ એવું પીવડાવો આજકાલના બાળકો ઠંડા પીણા તરફ આગળ વધી રહ્યા છે જે તેમની તંદુરસ્તી બગાડી રહ્યું છે.આ સાથે જ બાળકોને સ્વસ્થ રાખવા માટે શાકભાજી ખાવાની ટેવ હોવી જરૂરી છે. તેમને ટિફીનમાં પણ લસાડ આપી શકો છો.
દિવસ દરમિયાન બાળક કેટલું પાણી પીવે છે તેનું ખ્સા ધ્યાન રાખો બાળકને પુરતા પ્રમાણમાં પાણી પીવડાવો, બને તો સવારે નાસ્તામાં દેશી ઘી પ્રમાણમાં આપો ,ઘી વાળી રોટલી, ખિચડી પણ બાળકોને ખવડાવતા શીખો, દરરોજ રાત્રે 1 કપ દૂધની આદત બાળકોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.