Site icon Revoi.in

શું તમારું ગુગલ મેઈલ એકાઉન્ટ સુરક્ષિત નથી? તો હવે કરી દો, આ રહી તેને સલામત કરવાની રીત

Social Share

ગુગલ મેઈલ એટલે કે એ આજકાલ દરેક લોકો માટે મહત્વનું બની ગયું છે. કારણ કે મોટા ભાગના લોકોના મહત્વના ડોક્યુમેન્ટ્સ તેમાં સેવ કરેલા હોય છે. પણ હવે સૌ કોઈએ પોતાનું ગુગલ એકાઉન્ટને વધારે સલામત કરવાની જરૂર છે. તો હવે તેના માટે આટલા સ્ટેપ્સને ફોલો કરવાના છે અને પછી તમારું એકાઉન્ટને સેફ થઈ જશે.

સૌથી પહેલા તો સેટીંગ્સમાં જઈને ટૂ-સ્ટેપ વેરિફિકેશન પેજ પર જવુ અને તેને એક્ટિવેટ કરવું. તે બાદ અહીં જમણી બાજુએ Get Started નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.

Get Started પર ક્લિક કર્યા બાદ તમારી ઇમેલ આઇડી અને પાસવર્ડ તમારે નાખવો પડશે અને તે પછી નીચેની તરફ ટ્રાઇ ઇટ નાઉનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. આ પછી ગુગલ પણ ચેક કરવા માટે તમારા પર એક મેસેજ યસ/નો નામનો એક મેસેજ આવશે અને તેમાં યસ પર ક્લિક કરો.

હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો. ટેક્સ્ટ અથવા ફોન કોલ બે માંથી એક ઓપ્શન પર ક્લિક કરીને કોડ મેળવી લો.

કોડ એન્ટર કર્યા બાદ ટર્ન ઓન પર ક્લિક કરો. આટલુ કરતા જ તમારુ એકાઉન્ટ સુરક્ષિત થઇ જશે. આ પ્રોસેસ કર્યા બાદ જ્યારે પણ તમે ગુગલ એકાઉન્ટમાં લોગીન કરશો તો પાસવર્ડની સાથે સાથે તમારા ડિવાઇઝ પર એક નોટીફિકેશન આવશે. આ નોટીફિકેશન પર ક્લિક કર્યા બાદ જ તમારું એકાઉન્ટ ઓપન થશે.