Site icon Revoi.in

શું તમારુ લેપટોપ પણ સ્લો ચાલે છે? તો આ ભૂલ કરવાનું બંધ કરી દો

Social Share

આજના સમયમાં લોકો મોટાભાગના કામ લેપટોપ અથવા કોમ્પ્યુટરથી કરતા હોય છે. ઓફિસ હોય કે ઘર લોકોના કામ પણ અત્યારે ઓનલાઈન અને ડિજિટલ થઈ ગયા હોવાથી લેપટોપ પર જ કામ કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે લેપટોપ સ્લો થઈ જવાની તો વપરાશ દરમિયાન કેટલીક ભૂલ કરવામાં આવે તો લેપટો સ્લો થઈ જતું હોય છે.

જાણકારી અનુસાર લેપટોપને સીધું બંધ કરવાની ભૂલ ફરીથી ન કરો અને લેપટોપને સારી રીતે યોગ્ય પ્રક્રિયા મુજબ Shutdown કરવાની આદત પાળો કારણ કે ઘણીવાર ઓફિસ છુટવાના સમયને કારણે કે કોઈ અન્ય જરુરી કામને કારણે લોકો પોતાના લેપટોપને સીધું બંધ કરી દે છે. જે યોગ્ય નથી. તે બહુ મોટી ભૂલ છે. આ કામથી લેપટોપની સ્પીડની સાથે સાથે લેપટોપના પ્રોસેસરને પણ નુકશાન થાય છે.

આ ઉપરાંત કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ પહેલેથી લેપટોપમાં ચાલતા પ્રોગ્રામને જરુરીયાત વગર છેલ્લે સુધી ચાલુ રાખે છે. તેના કારણે એક પ્રોગ્રામની સાથે સાથે બીજા પ્રોગ્રામ પણ બેકગ્રાઉન્ડમાં ચાલતા રહે છે. લોકોની આવી ભૂલ તેમના લેપટોપની સ્પીડ ઘટાડે છે. જો તમારા લેપટોપમાં સારા ફિચર નથી કે પછી લેપટોપની રેમ પણ ઓછી છે તો તેમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં બેકગ્રાઉન્ડમાં ચાલતા પ્રોગ્રામ પહેલા બંધ કરવા જોઈએ