ગૂગલમાં તમારી અંગત માહિતી સેવ થયેલી છે? તો આ રીતે તેને કરો ડિલીટ
ગૂગલને લઈને એવું લોકો માને છે કે કોઈ પણ પ્રકારની માહિતી જરૂર હોય તો તેને ગૂગલ પર સર્ચ કરીને મેળવી શકાય છે, તે વાતની પણ લગભગ મોટાભાગના લોકોને જાણ હશે કે ગૂગલમાં જે પણ વસ્તુને સર્ચ કરવામાં આવે છે તેને ગૂગલ સેવ કરી લે છે અને તેને રેકોર્ડ પણ કરી લેવામાં આવે છે.
તો આ પ્રકારની માહિતીને હવે તમે દુર કરી શકો છો અને તે માટે આ રહી જાણકારી. સૌથી પહેલા તો ગૂગલ સર્ચ રિમૂવલ પેજ પર જાઓ. બધી માહિતી ધ્યાનથી વાંચ્યા પછી, રિક્વેસ્ટ ફોર સ્ટાર્ટ રિમૂવલ પર ક્લિક કરો. તે પછી પ્રાઈવેટ ડેટા કાઢી નાખતા પહેલા, સ્ક્રીન પર દેખાતી તમામ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો. વિનંતી સબમિટ કર્યા પછી, તમને એક પુષ્ટિકરણ મેઇલ મળશે. તમારી વિનંતી પૂર્ણ થઈ ગઈ છે કે નકારવામાં આવી છે કે કેમ તે Google તમને આ મેલમાં સૂચિત કરશે. તમને આ પણ જણાવવામાં આવશે કે તમારે આગળ કયા પગલાં લેવાની જરૂર છે.
આજના યુગમાં પ્રાઈવસીની વાત કરીએ તો આપણો બધો ડેટા ગૂગલ પાસે છે. એ ગૂગલ જેની પાસે આપણા તમામ સવાલોના જવાબ છે તેની પાસે આપણી પ્રાઈવેટ ડિટેલ્સ પણ છે. જે વેબસાઇટની મુલાકાત લીધી હતી, જોયેલા વીડિયો, તમે જે જાહેરાતો પર ક્લિક કર્યું હતું, તમારું વર્તમાન સ્થાન, ઉપકરણની માહિતી અને કૂકીઝ, ડેટા અને IP સરનામાઓ પણ તમારી આ તમામ માહિતી ગૂગલ પાસે છે.