- ઈસબગુલ પેટની બળતરાને જૂર કરે છે
- પેટ સાફ કરવામાં ઈસબગુલ રામબાણ ઈલાજ
ઈસબગુલ એક કુદરતની અનમોલ ભેટ છે તેમ કહીએ તો ખોટૂ ન કહેવાય, કારણ કે તેનું સેવન શરીરની ઘણી બીમારીઓમાં રાહત પહોંચાડે છે.અનેક સમસ્યા માટે ઈસબગુલ રામબાણ ઈલાજ સાબિત થાય છે,ખાસ કરીને જે લોકોને કબ્ઝની સમસ્યા છે તે લોકો માટે ઈસબગુલ ઝડપી ઈલાજ સાબિચત થાય છે પેટ સાફ કરવા માટે મોટા ભાગના લોકો તેનું સેવન કરતા હોય છે કારણ કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ હોતી નથી.આ સાથે જ તે પેટની બળતરા દૂર કરીને ઠંડક પણ પહોંચાડે છે.ઈસલબદુલ બ્લેક, સફેલ અને પીળા આમ ત્રણ રંગમાં જોવા મળે છે આપણા દેશમાં મોટા ભાગે સફેદ ઈસબગુલ ઉપયોગમાં લેવાય છે જેના ઘણા ફાયદાઓ છે.
આપણા આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં પણ ઈસબગુલનો ઉલ્લેખ દવા તરીકે થયેલો જોવા મળે છે.. ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે . ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. જેમાં જાઈલોઝ, એરેવિનોઝ, રેમન્નોઝ અને ગ્લેકટોઝ મળી આવે છે. અતિસાર, પેચિશ જેવી પેટની સમસ્યાઓમાં ઈસબગુલની ભૂસીનો ઉપયોગ કરવામાં આવે છે.
જાણો ઈસબગુલના ફાયદાઓ
નોંધ- ઈસબગુલને એક ચમચી લઈને તેને એડધો કપ કે એક ગ્લાસ દુધ સાથે પીવું જોઈએ જે વધુ ફાયદાકારક સાબિત થાય છે.
ઇસબગુલનો ઉપયોગ કરવાથી કસસાંધાનો દુઃખાવો, મળમાં લોહી પડવું, શરીરમાં પાણીની કમી, મોટાપા અને ડાયાબિટીઝમાં પણ રાહત રહે છે.
ઈસબગુલ રેસા યુક્ત પ્રદાર્થ હોવાથઈ તે પેટની સમસ્યામાંથી છૂટકારો આપે છઠે પેટનો દુખાવો દૂર કરે છે અને પેટને સાફ કરવામાં નમહત્વની ભુમિકા ભજવે છે.
હરસમસા જેવી સમસ્યામાં પણ એક ચમચી ઈસબુગુલનું સેવન ફાયદો કરે છે,તે મસા મટાડે છે દૂખાવો દૂર કરે છે
ઈસબગુલમાં ફાયબરની માત્રા મોટા પ્રમાણમાં સમાયેલી હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે.
આ સાથે જ ઈસબગુલનું સેવન હ્દય સાથે સંબંધીત અનેક બીમારીોમાં રાહત આપે છે.
ઈસબગુલને વજનને નિયંત્રિત રાખવા માટે રાતે સૂતા પહેલા થોડા દિવસ સુધી સેવન કરવું જોઈએ.
ફાઈબર યુક્ત ઈસબગુલના સેવન કરવાથી વેઈટ લોસ કરવામાં મદદ મળી રહે છે.
દહીં સાથએ પણ ઈસબગુલનું સેવન થાય છે, જ્યારે ડાયેરેયાની સમસ્યા હોય ત્યારે દહીં સાથે તેનું સેવન કરવું જોઈએ જેનાથી ઝાડા બંધ થાય છે.