હોકીના દિગ્ગજ ધ્યાનચંદના જીવન પર આધારિક ફિલ્મમાં ઈશાન ખટ્ટરની કરાઈ પસંદગી
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક વર્ષાં બાયોપિક ફિલ્મ વધારે બની રહી છે. તેમજ લોકો મહાનુભાવો ઉપર આધારિક ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે. દરમિયાન હોકીના દિગ્ગજ ધ્યાનચંદજીના જીવન ઉપર આધારિત ફિલ્મ બનાવવાનું નિર્દેશક અભિષેક ચોબે આયોજન કરી રહ્યાં છે. તેમજ આ ફિલ્મમાં તેઓ સુપર સ્ટાર શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને લેવા માંગે છે. જોકે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી કે ઈશાન ધ્યાનચંદ બનશે કે નહીં.
ફિલ્મ અભિનેતા ઈશાન ખટ્ટરે અત્યાર સુધીમાં બે ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ બંને ફિલ્મો દર્શકોને ખુબ પસંદ આવી છે. દરમિયાન ઈશાનના હાથમાં મોટો પ્રોજેક્ટ આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇશાન હોકીના દિગ્ગજ ધ્યાનચંદના જીવન પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. તેમજ અભિષેક ચૌબે આ બાયોપિકનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.
ઈશાન આ બાયોપિકમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે. ડિસેમ્બર 2020 માં રોની સ્ક્રુવાલા પ્રોડક્શન્સના બેનર હેઠળ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મની જાહેરાત સાથે, એવું કહેવામાં આવ્યું કે 1500+ ગોલ, 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને ભારતના ગૌરવની વાર્તા. ભારતના હોકી જાદુગર મેજર ધ્યાનચંદ પર બાયોપિક અભિષેક ચૌબે બનાવે છે. મેજર ધ્યાનચંદની ભૂમિકા નિભાવવા માટે ઈશાન ખટ્ટર મેકર્સની પહેલી પસંદ છે. ધ્યાનચંદને હોકીના સૌથી મોટા અને દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન 1500 થી વધુ ગોલ કર્યા