Site icon Revoi.in

રાજસ્થાનના પોખરણમાં ભારતીય સેનાની જાસુસી કરતા ISIના એજન્ટની ધરપકડ

Social Share

દિલ્હીઃ પોલીસની અપરાધ શાખાએ પાકિસ્તાન માટે જાસુસી કરતા આરોપીને રાજસ્થાનના પોખરણમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ રાજસ્થાનના બિકાનેરના હબીબ ખાન તરીકે થઈ છે. 48 વર્ષીય હબીબ ખાન પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે જાસુસી કરવાની સાથે ભારતીય સેના સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજ પુરા પાડતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આમા પોખર સેનાના આધાર શિવિરમાં તૈનાત ભારતીય સેનાના એક અધિકારી પાસેથી ગુપ્ત દસ્તાવેજ મેળવ્યાં હતા. જો કે, આ અંગે દિલ્હી પોલીસે સત્તાવાર કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે.

દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ આરોપી હબીબ ખાન ઘણા સમયથી પોખરણમાં રહેતો હતો. તેમજ ભારતીય સેનામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પોખરણ વિસ્તારમાં સંચાલિત ઈન્દ્રિરા રસોઈમાં શાકભાજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ તેની પાસે હતો. આરોપી પાસે સેના એરિયામાં શાકભાજી સપ્લાહ કરવાનો કોન્ટ્રાક્ટ હતો. જેથી આરોપીની ઓળખ સેનાના રસોઈ સુધી હતી. આરોપી આઈએસઆઈના અન્ય જાસુસોને મળીને દસ્તાવેજ આપતો હતો. તેને ગુપ્ત દસ્તાવેજ પુરા પાડવા સામે મોટી રકમ આપવામાં આવતી હતી. હબીબની તપાસમાં અન્ય ત્રણેક નામ સામે આવ્યાં છે. દિલ્હી પોલીસ સેનાના અધિકારીઓ સાથે કેટલીક જગ્યાએ તપાસ કરી રહી છે. અપરાધ શાખાના અધિકારીઓએ કહ્યું હતું કે, હબીબ ખાન જાસુસી કરતી ટોળકીનો સભ્ય હતો. પોલીસની તપાસમાં જાસુસી નેટવર્કનો ખુલાસો થવાની શકયતા છે.

(PHOTO-FILE)