Site icon Revoi.in

ભારતમાં હિજાબ મુદ્દે અરાજકતા ફેલાવવાનું આઈએસઆઈનું કાવતરુ ?

Social Share

નવી દિલ્હીઃ કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દરમિયાન  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ખાલિસ્તાની આતંકી સંગઠન મારફતે ભારતમાં હિજાબ રેફરેંડમ મારફતે અરાજકતા ફેરાવવાનું કાવતરુ રચી રહ્યું છે. ભારતમાં હિજાબ રેફરેંડમ એટલે કે લોકમત માટે વેબસાઈટ પણ બનાવી હોવાનું જાણવા મળે છે. શિખ ફોર જસ્ટીસના ચીફ ગુરુપતવંત સિંહ પન્નૂ મારફતે આઈએસઆઈએ વીડિયો જાહેર કરાવ્યો છે. આઈએસઆઈના કાવતરા બાદ ગુપ્તચર એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ છે. આઈબીએ આ મુદ્દે એલર્ટ પણ જાહેર કર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એલર્ટ કોપીમાં શિખ ફોર જસ્ટિસના ચીફ ગુરૂપતવંત સિંહએ વીડિયો જાહેર કર્યો છે. ભારતમાં ભાગલા પાડવા માટે હિજાબ જનમત સંગ્રહ જેવા એજન્ડાને ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ વીડિયોમાં કર્ણાટકની હિજાબનું સમર્થન કરનારી મુસ્કાનના ફોટોગ્રાફનો પણ ઉપયોગ કરવામાં આવ્યાં છે. પન્નૂએ ભારતીય મુસ્લિમોને અપીલ કરી છે કે, તેઓ હિજાબ રેફરેંડમ શરૂ કરે અને ભારતમાં ઉર્દુસ્તાન બનાવવાની તરફ વધે. આઈબીના જણાવ્યા અનુસાર દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં હિજાબ રેફરેંડમ જેવા પગલા ભરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની શૈક્ષમિક સંસ્થામાં ઉભો થયેલો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે.