કેનેડામાં આતંકી પ્રવૃત્તિમાં સામેલ પાકિસ્તાન, ખાલિસ્તાનીઓને સાથ આપી રહ્યું છે ISI
દિલ્હી- તાજેતરમાં કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુપ્તર એજન્સીઓએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પાકિસ્તાનના કારણે થતી હોવાની વાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે એજન્સીઓને ટાંકીને મળેલા એક સમાચારમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI વચ્ચેના નાપાક જોડાણ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે
એજન્સી દ્રારા એવું કહેવામાં આવ્યું છે કે ISI 25 સપ્ટેમ્બરે કેનેડામાં તેમના વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે ખાલિસ્તાનીઓની મદદ કરી રહી છે. ISIએ કેનેડામાં રહેતા પાકિસ્તાનીઓને ઓટાવા સહિત કેનેડાના અન્ય શહેરોમાં સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે ખાલિસ્તાનીઓના પ્રદર્શનમાં ભાગ લેવા જણાવ્યું છે.
આ સહીત એમ પણ કહેવામાં આવ્યું છે કે ISIએ પોતાના આદેશમાં પાકિસ્તાનીઓને તેમની ઓળખ છુપાવવા અને ખાલિસ્તાનીઓની ભીડમાં સામેલ થવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની આઈએસઆઈ હંમેશા ભારતની શાંતિનું હનન કરી રહ્યું છે સતત જમ્મુ કાશ્મીરમાં પણ આતંક ફેલાવવાનું કામ કરી રહ્યું છે ત્યારે હવે આ આતંકી ગૃપ કેનેડામાં પણ ખઆલિસ્તાનીઓને સપોર્ટ કરતું હોવાની માહિતી સામે આવી છે.ખાલિસ્તાની કટ્ટરપંથીની વણઉકેલાયેલી હત્યા માટે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના ભારતને સકંજામાં લાવવાના પ્રયાસો હવે તેમના માટે કાંટા સમાન દેખાય છે.