ISIS પ્રમુખ અબુ હુસૈન અલ-કુરેશીને સીરીયામાં મોતને ઘાટ ઉતારાયો, તુર્કીના રાષ્ટ્રપતિએ જાણકારી આપી
- ISIS પ્રમુખ અબુ હુસૈન અલ-કુરેશીની હત્યા
- તુર્કીના રાષ્ટ્રપતિએ જાણકારી આપી
દિલ્હીઃ- આઈએસઆઈએસ પ્રમુખને લઈને યેક મહત્વની જાણકારી સામે આવી રહી છે, તુર્કીના ગુપ્તચર દળોએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના નેતા અબુહુસૈન અલ-કુરાશીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની જાણકારી સામે આવી છે.આ સમાચાર તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આપ્યા હતા.વિતેલા દિવસે તેમણે આતંકીના મોતની પૃષ્ટિ કરી હતી.
આ આતંકીનીામોતને લઈને રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે ગુપ્તચર સંસ્થા લાંબા સમયથી કુરેશીનો પીછો કરી રહી હતી. સીરિયન સ્થાનિક અને સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલો ઉત્તરી સીરિયન નગર જાંદરીસમાં કરવામાં આવ્યો હતો, જે તુર્કી સમર્થિત બળવાખોર જૂથો દ્વારા નિયંત્રિત છે .
એર્દોગને કહ્યું, “હું અહીં પહેલીવાર આવું કહી રહ્યો છું. આ વ્યક્તિ ગઈકાલે MIT દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં માર્યો ગયો હતો.” તેમણે વધુમાં કહ્યું કે તુર્કી કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો સામે તેની લડાઈ ચાલુ રાખશે. 2013 માં, અનાદોલુ એજન્સી પ્રમાણે, તુર્કી Daesh/ISIS ને આતંકવાદી સંગઠન જાહેર કરનાર પ્રથમ દેશોમાંનો એક બન્યો.આ પહેલા દેશમાં આતંકવાદી જૂથ દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 10 આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો, સાત બોમ્બ હુમલા અને ચાર સશસ્ત્ર હુમલાઓમાં 300 થી વધુ લોકો માર્યા ગયા અને સેંકડો અન્ય લોકો ઘાયલ થયા હતા.
તુર્કીએ આતંકીઓને વળતો જવાબ આપવાનું શરુ કર્યું જવાબમાં, તુર્કીએ વધુ હુમલાઓને રોકવા માટે દેશ-વિદેશમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું. એક નિવેદનમાં તુર્કીના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે જાતિવાદ, ઇસ્લામોફોબિયા અને ભેદભાવ પશ્ચિમમાં “કેન્સરના કોષોની જેમ” ફેલાઈ રહ્યા છે: