દિલ્હીઃ મુસ્લિમ અને આરએસએસને લઈને હંમેશા થોડો મતભેદ જોવા મળે છે ત્યારે હવે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં રહેતા મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું છે વિગત પ્રમાણે મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામના લોકોએ દેશમાં રહીને ડરવાની જરુર નથી બસ તેમણે અમે જ મોટા છે તે ભાવ છોડવો જોઈએ.
તેમણે કહ્યું, “તૃતીય વર્ગના લોકો (ટ્રાન્સજેન્ડર) સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે.તેમણે કહ્યું કે સંઘનો કોઈ અલગ મત નથી, હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે.
મોહન ભાગવતે કહ્યું કે સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ નુકસાન નથી. જો તે પોતાના વિશ્વાસ પર ટક્યા રહેવા માંગે છે તો તે કરી શકે છે. જો તે પોતાના પૂર્વજોની આસ્થામાં પાછા ફરવા માંગે છે તો તે આવું કરી શકે છે. આ પુરી રીતે તેમની પસંદ છે.