ઓખામાં નથી કોઈને કોરોનાથી ડર? બેટ દ્વારકામાં માનવ મહેરામણ
- કોરોનાના કહેર વચ્ચે બેટ દ્વારકામાં લોકોની ભારે ભીડ
- ખરાબ હવામાન અને દરિયાના પાણીમાં કરંટ જોવા મળ્યો
- ત્રણ કલાક માટે પેસેંજર બોટો બંધ કરવામા આવી
ઓખા: ગુજરાતના યાત્રાધામોમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર અને પ્રજા કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી ભર્યું વલણ દાખવી રહ્યા છે. જેના કારણે કોરોના કેસોમાં સખત વધારો થઇ રહ્યો છે. ત્યારે નાતાલના વેકેશન અને નવા વર્ષને વધવવા ઓખા બેટ દ્વારકામાં હજારો યાત્રિકો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.અંહી પાર્કિંગ સ્થાનોમાં વહાણોના થપ્પા લાગ્યા છે.
GMB દ્વારા પેસેંજર બોટોમાં કેપેસીટી પ્રમાણે પેસેંજર લેવા કડક સૂચનો આપ્યા છે. યાત્રિકો દેશ અને દુનિયાને કોરોનામાંથી મુક્તિ મળે તેવી દ્વારકાધીશ ને પ્રાથના કરે છે. આજે 31 ડિસેમ્બરના ખરાબ હવામાન અને દરિયાના પાણીમાં કરંટ વધારે હોવાને કારણે ત્રણ કલાક માટે પેસેંજર બોટો બંધ કરવામા આવી હતી.