શું તમારી કાન સાફ કરવાની રીત ખોટી તો નથી ને? સાચી રીત જાણી લો
- કાન સાફ કરવાની સાચી રીત જાણે
- લોખંડ કે લાકડાની સળીનો ન કરો ઉપયોગ
- કાનને કરી શકે છે ભારે નુક્સાન
કેટલાક લોકોને આદત હોય છે કે જ્યારે પણ કાનમાં ખંજવાળ આવે ત્યારે તે કોઈ લોખંડ કે લાકડાની વસ્તુને પોતાના કાનમાં નાખતા હોય છે. પણ તે લોકોને તે વાતની જાણ નથી કે આવું કરવાથી કાનને કેટલું નુક્સાન થાય છે. જાણકારો આ બાબતે કહે છે કે કોઈ પણ વ્યક્તિએ આ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહી.
જાણકારો કહે છે કે કાનમાંથી ઈયરવેક્સ દૂર કરતી વખતે ઘણા લોકો લાકડા, લોખંડ કે કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરે છે, તેના ઘણા ગેરફાયદા છે. આમ કરવાથી કાનનું મીણ બહાર આવવાને બદલે અંદર જાય છે. સાથે જ ચેપનું જોખમ પણ વધી જાય છે. સૌથી મોટો ગેરલાભ એ છે કે તીક્ષ્ણ વસ્તુઓ કાનનો પડદો ફાડી શકે છે અને સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી શકે છે.
જો વાત કરવામાં કાનની સમસ્યાની તો સૌ પ્રથમ, ઈયરવેક્સ કાનને નુકસાન કરતું નથી, તેથી સામાન્ય રીતે તેને બહાર કાઢવાની જરૂર નથી. જો કાનમાં વધુ પડતું વેક્સી ભરેલું હોય, જેના કારણે સાંભળવાની તકલીફ શરૂ થઈ હોય, તો તમારી જાતે સાફ કરવાની પહેલ ન કરો અને તરત જ કાનના નિષ્ણાતનો સંપર્ક કરો.