- વ્હોટ્સ પ્રાઈવેસીને લગતી મહત્વના વાત જાણો
- તમારું વ્હોટ્એપ કોઈ બીજૂ વાપરી રહ્યું હોય તો રીતે ભાળ મેળવો
આજકાલ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થી રહ્યો ચે ખાસ કરીને વ્હોટ્સએપ એવી સોશિયલમીડિયા એપ છે જેના થકી આપણા અનેક કામ થી જતા હોય છે.જો કે આ એપ્સની પ્રાઈવેસી સાથએ જોડાયેલી કેટલીક વાતો પમ જાણવી જોઈએ કારણ કે આજકાલ તમારું વ્હોટ્સએપ કોી બીજા પણ વાપરતા હોય છે,જો કે તમને તેની કઈ રીતે જાણ થાય તે સવાલ મનમાં હશે, તો ચાલો જાણીએ તનારુ વ્હોટ્સએપ કોી અન્ય વાપરી રહ્યું છે તે કઈ રીતે જાણી શકાય.
આ રીતે જાણી શકાશે કે તામારું વ્હોટસએપ કોઈ બીજુ વાપરી રહ્યું છે કે નહી
જો તમારા વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કોઈ અન્ય કરી રહ્યું છે કે કેમ તે જાણવા માટે, પહેલા તમારે તમારી વ્હોટેસએપ ખોલવું પડશે.
ત્યાર બાદ , તમારે એપની ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરવાનું છે . હવે તમારી સામે ઘણા વિકલ્પો જોવા મળશે, જેમાંથી તમારે ઓપ્શન લિંક્ડ ડિવાઇસ પર ક્લિક કરવાનું છે.
આ વિકલ્પ પસંદ કરતાની સાથે જ તે તમને જણાવશે કે તમારું વ્હોટ્એપ એકાઉન્ટ કયા બ્રાઉઝર પર વ્હોટ્એપ વેબ તરીકે ચાલી રહ્યું છે.
જો તમે જે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારું નથી, તો તમારે તેને બંધ કરી દેવું જોઈએ નહીતો કોઈપણ વ્યક્તિ તમારો ડેટા ચોરી શકે છે.
જેને બંધ કરવા સામે તમારે દેખાતા બ્રાઉઝર પર ક્લિક કરવું પડશે અને પછી અહીં આપેલ લોગ આઉટ પર ક્લિક કરવું પડશે.જેથી બીજે ચાલતું તમારું વ્હોટસએપ બંધ થઈ જશે.