- ઈઝરાયલના તેલ અવીવમાં થયું ફાયરિંગ
- ફાયરિંગમાં 7 લોકોના નિપજ્યા મોત
- સાત દિવસમાં થયો ત્રીજો હુમલો
દિલ્હી:ઈઝરાયલના તેલ અવીવમાં એક બંદૂકધારી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાત લોકો માર્યા ગયા છે.ઇઝરાયલના ચિકિત્સકોએ આ અંગે માહિતી આપી છે.દેશના વડાપ્રધાન નફતાલી બેનેટે આ દુ:ખદ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે,એક અઠવાડિયામાં ત્રીજા ઘાતક હુમલા પછી દેશ “અરબ આતંકવાદની કાતિલ લહેર” ની પકડમાં છે.
ઇઝરાયલના પેરામેડિક્સના જણાવ્યા અનુસાર,આ ઘટના તેલ અવીવના પૂર્વમાં મધ્ય શહેર બની બ્રાકમાં બની હતી.જોકે આ ઘટનાની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી.હડેરા શહેરમાં થયેલા ગોળીબારના બે દિવસ બાદ આ ગોળીબાર થયો હતો, જેમાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા.એક અઠવાડિયા પહેલા, દક્ષિણના શહેર બેશેર્બામાં એક વ્યક્તિએ લોકો પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ચારની હત્યા કરી હતી.
સાર્વજનિક સ્થળોએ થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે જે વધુ હિંસા તરફ દોરી શકે છે.પોલીસે જણાવ્યું કે,મંગળવારે મોટરસાઇકલ પર સવાર એક બંદૂકધારીએ બે જગ્યાએ ગોળીબાર કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,મંગળવારે ઇઝરાયલી સુરક્ષા સેવાઓએ ઓછામાં ઓછા 12 અરબી નાગરિકોના ઘરો પર દરોડા પાડ્યા હતા અને ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે સંબંધ હોવાની શંકાસ્પદ બે શકમંદોની ધરપકડ કરી હતી.