નવી દિલ્હીઃ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું નિવેદન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે અઢી કલાક ચાલેલી બેઠક બાદ આવ્યું હતું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક દિવસ પહેલા ઈઝરાયેલ પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, ઈઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના મુદ્દે મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
આ સાથે બ્લિંકને હમાસને પણ આવું કરવા હાકલ કરી હતી. જો કે, તેમણે કહ્યું ન હતું કે શું ઈઝરાયલે ઉગ્રવાદી જૂથ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે. બ્લિંકનનું નિવેદન સોમવારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે અઢી કલાક ચાલેલી બેઠક બાદ આવ્યું હતું, અને તેઓ મંગળવારે ઈજિપ્તની મુલાકાતે જાય તેવી સંભાવના છે.
બ્લિંકને કહ્યું, “આજે પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે ખૂબ જ સકારાત્મક બેઠકમાં, તેમણે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
#AnthonyBlinken#BenjaminNetanyahu#IsraelHamasConflict#MiddleEastPeace#GazaCeasefire#Diplomacy#USForeignPolicy#IsraelUpdates#Hamas#ConflictResolution#InternationalRelations#PeaceTalks#MiddleEastNews#BlinkenVisit#CeasefireProposal