Site icon Revoi.in

ઈઝરાયલ વાયુ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના 100 ઠેકાણા ઉપર કરાયા હુમલા

Social Share

ઇઝરાયેલ એરફોર્સ (IAF) એ હમાસ આતંકવાદી જૂથના સેંકડો ઓપરેશનલ બેઝ પર હુમલો કર્યો છે. આ દરમિયાન ગાઝા પટ્ટીમાં એક આતંકી માર્યો ગયો છે. વાયુસેનાએ અહેવાલ આપ્યો કે IDFએ ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠનોના 100 થી વધુ ઓપરેશનલ લક્ષ્યો પર હુમલો કર્યો. ગાઝા પટ્ટીમાં ઘાતક હુમલામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે.

એરફોર્સના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ ટનલ શાફ્ટ, મ્યુનિશન વેરહાઉસ અને ડઝનેક ઓપરેશનલ હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. આ પહેલા જબલિયામાં એક મસ્જિદમાં સ્થિત આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયારોનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ જગ્યાનો ઉપયોગ આતંકીઓની મીટિંગ પ્લેસ તરીકે થતો હતો.

ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ તા. 7મી ઓક્ટોબરના રોજ ગણતરિની મીનિટોમાં હજારો રોકેટથી હુમલો કર્યો હતો. 20 મિનિટમાં જ પાંચ હજાર જેટલા રોકેટ હમાસે છોડ્યાં હતા. એટલું જ નહીં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસીને ખુની ખેલ ખેલ્યો હતો. એટલું જ નહીં અનેક નાગરિકોનું અપહરણ કર્યું હતું. હમાસના હુમલાની ભારત અને અમેરિકા સહિતના દેશોએ નિંદા કરી હતી.

હમાસના આતંકવાદી હુમલાથી નારાજ ઈઝરાયલે હમાસનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લીધી લીધી. આ ઉપરાંત ગાઝા પટ્ટીમાં હમાસના સ્થળો ઉપર હવાઈ હુમલા શરુ કર્યાં હતા. બીજી તરફ હમાસના આતંકવાદીઓ પણ ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યું છે, એટલું જ નહીં ગાઝાના નાગરિકોને ઢાલ બનાવીને ઈઝરાયલ ઉપર આતંકી હુમલા કરી રહ્યું છું. જો કે, ઈઝરાયલ દ્વારા હમાસ ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે થયેલા હુમલામાં પાંચ હજારથી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયું હતું.