- વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપનાર ઈઝરાયલ પ્રથમ દેશ
- નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશેટ
- બન્ને ડોઝ લીધા બાદ પણ નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકો પણ આ ડોઝ લેવાપાત્ર બનશે
દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે એક જંગી લડત લડી રહ્યું છે, વિતેલા વર્ષથી શરુ થયેલ કોરોના વાયરસની મહામારી હાલ પણ અનેક દેશોમાં જોવા મળી રહી છે, આ સાથે જ તેની ત્રીજી લહેર અંગે અનેસ સંભઆવનાો સેવાઈ રહી છે,ત્યારે ઇઝરાયેલે તેના નાગરિકોને એન્ટી કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનું પણ શરૂ કરી દીધુ છે.
સોમવારના રોજથી ઇઝરાઇલના આરોગ્ય મંત્રાલયે આ બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી છે. જો કે, હાલમાં આ બૂસ્ટર ડોઝ ફક્ત તે જ લોકોને આપવામાં આવશે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. દેશમાં ફાઈઝરની કોરોના વેક્સિનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે હેઠશ આ કાર્યની વિત્લા દિવસથી જ શરુાત કરવામાં આવી ચૂકી છે.
ઇઝરાઇલમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના ઝડપથી ફેલાવા પછી વાયરસના નવા કેસોમાં વધારો થયો છે. જ્યા કોરોનાના કેસો ખૂબજ ઓછા નોઁધાતા હતા ત્યા વિતેલા મહિને ઇઝરાઇલમાં એક દિવસમાં 450 સુધી નવા કેસ નોંધાયા હતા.
ઈઝરાયલના આરોગ્ય મંત્રી નિતજન હોરોવિટ્ઝે આ મામલે કહ્યું હતું કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને ઇઝરાઇલના પુખ્ત વયના લોકો કે જેમણે ફાઇઝર વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં રોગપ્રતિકારક શક્તિ નબળી જોવા મળી છે તેઓ ફાઇઝર પાસેથી બુસ્ટર ડોઝ મેળવી શકે છે.
ફાઇઝર અને ભાગીદાર બાયોએન્ટેક-એસઈ ઇઝરાઇલને રસી નિકાસ કરતી સૌથી મોટી કંપનીઓ છે. કંપનીએ કહ્યું છે કે હવે તે યુએસ અને યુરોપિયન નિયમનકારોને થોડા અઠવાડિયામાં બૂસ્ટર ડોઝને મંજૂરી આપવા કહેશે. કંપનીઓએ કહ્યું છે કે રસીના બંને ડોઝ લીધાના 6 મહિના પછી સંક્મણ જોખમ વધે છે જેને લઈને આ બૂસ્ટર ડોઝની અનિવાર્યતા છે