Site icon Revoi.in

ઈઝરાયલે બૈરૂત અને ગાઝા પર કર્યો ભીષણ બોમ્બમારો

Social Share

ઇઝરાઇલના પ્રધાનમંત્રી નેતન્યાહુના નિવાસ સ્થાન પર થયેલા હુમલા બાદ ઇઝરાયેલે બેરૂત અને ગાઝા પર બોમ્બ મારો કર્યો છે. ઇઝરાયલે બેરૂતના દક્ષીણ વિસ્તારમા દહિયાહ પર 10 થી વધારે હવાઇ હુમલા કર્યા. દહિયાહ ખાતે હિઝબુલ્લાના મુખ્ય કાર્યાલય આવેલા છે. હુમલા બાદ નાગરિકોને શહેર છોડવા માટે ચેતવણી આપવામાં આવી છે. આ પહેલાં હિઝબુલ્લાએ ડ્રોન હુમલા થકી ઇઝરાયેલના પ્રધાનમંત્રીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ નેતન્યાહુએ હિઝબુલ્લાહ અને ઇરાનને ચેતવણી આપી હતી કે તેમની હત્યાનો પ્રયાસ સૌથી મોટી ભુલ સાબીત થશે.