Site icon Revoi.in

હિઝબુલ્લા ઉપરના હુમલામાં નસરાલ્લાહના અનુગામી હાસેમ માર્યો ગયાનો ઈઝરાયલનો દાવો

Social Share

તેલઅવીવઃ મીડલ ઈસ્ટમાં યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. દરમિયાન ઈઝરાયેલે જાહેરાત કરી છે કે હસન નસરાલ્લાહના સંભવિત અનુગામી અને હિઝબુલ્લાહના નવા વડા બનવાના દાવેદાર હાશેમ સફીદ્દીન પણ તેમની ઓક્ટોબર 4ના હુમલામાં માર્યો ગયો હતો. હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો ચીફ હતો અને હસન નસરાલ્લાહના મૃત્યુ પછી, હાશેમ હિઝબુલ્લાહનો નવો ચીફ બનવાનો હતો. ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે સફીદ્દીનની સાથે હિઝબુલ્લાહના ગુપ્તચર વિભાગના વડા હુસૈન અલી હઝીમાહ પણ 4 ઓક્ટોબરના હુમલામાં માર્યા ગયા હતા.

ઇઝરાયેલની સેનાએ કહ્યું કે 4 ઓક્ટોબરે બેરૂતમાં હિઝબુલ્લાહના ભૂગર્ભ ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હેડક્વાર્ટર બેરૂતના દહીયેહ વિસ્તારમાં આવેલું છે, જેને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. આઈડીએફએ કહ્યું કે, હુમલા સમયે હિઝબુલ્લાહના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં ટોચના કમાન્ડરો સહિત 25થી વધુ ઈન્ટેલિજન્સ કર્મચારીઓ પણ હાજર હતા. હુમલા સમયે હાશેમ સફીદ્દીન પણ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં હાજર હતો. હુમલા પછી પણ એવા અહેવાલો આવ્યા હતા કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં હાશેમ સફીઉદ્દીન પણ માર્યો ગયો હતો, પરંતુ તે અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી. હવે ઈઝરાયેલની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે.

હાશેમ સફીઉદ્દીનને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો. હાશેમ સફીદ્દીન ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ હતા અને હસન નસરાલ્લાહની જેમ તે પણ ઈરાનની નજીક હોવાનું કહેવાય છે. હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા હોવાની સાથે, તે હિઝબોલ્લાહની જેહાદ કાઉન્સિલના વડા પણ હતા, જે હિઝબોલ્લાહની લશ્કરી કામગીરી માટે જવાબદાર છે.