હમાસે ઈઝરાયલ ઉપર કરેલા હુમલા બાદ ઈઝરાયલ હાલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ દ્વારા પણ હવાઈ હુમલો થયો હતો. બીજી તરફ ગાઝા પટ્ટીના શરણાર્થીઓને સલામત સ્થળ પર જતા રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ગાઝાની હોસ્પિટલ ઉપર હુમલો થયો હતો. જેમાં 500થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. બીજી તરફ મોટી સંખ્યામાં ગાઝા શહેરમાં આવેલી ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં પણ મોટી સંખ્યામાં શરણાર્થીઓએ સહારો લીધો છે. દરમિયાન આ ચર્ચના પરિસરમાં પણ હુમલો થયાનું જાણવા મળે છે. આ ચર્ચ ગાઝાના અલ-ઝાયટોન વિસ્તારમાં આવેલી છે. જેનું નામ સેન્ટ પોર્ફિરિયસ છે. રિપોર્ટ અનુસાર ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં મૃત્યુ પામનાર સંખ્યા આઠ ઉપર પહોંચી છે. જ્યારે ડઝનો વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. હુમલામાં મરનારાઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યકત થઈ રહી છે. રિપોર્ટ અનુસાર ચર્ચના મેનેજમેન્ટની ઓફિસ પુરી રીતે ધરાશાયી થઈ ગઈ છે જેમાં પેલિસ્ટિની પરિવારો શરણ લીધી હતી. અહીં મુસ્લિમ અને ખ્રિસ્તી પરિવારો રહેતા હતા. આ હુમલાને લઈને હજુ સુધી ઈઝરાયલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
આતંકવાદી સંગઠન હમાસે સમગ્ર મામલે જણાવ્યું છે કે, ગાઝા સ્થિત ચર્ચ ઉપર ઈઝરાયલ એરફોર્સે હુમલો કર્યો છે. ઈઝરાયલનો આ હુમલો ધાર્મિક સ્થળો અને શરણ લેનાર નાગરિકો સામેનો વધુ એક આરોપ છે. પહેલા ઈઝરાયલે હોસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો અને હવે ચર્ચને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં ચર્ચમાં શરણ લેનાર ખ્રિસ્તી નાગરિકોને નુકશાન થયું છે જ્યારે ચર્ચને પણ ભારે નુકશાન થયું છે. હમાસે માંગમી કરી છે કે, આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાય અને દુનિયાભરના ધાર્મિક સ્થળોએ નિંદા કરવી જોઈએ. તેમજ ધાર્મિક સ્થળ અને શરણ લેનાર નાગરિકો સામે ઈઝરાયલની ફાંસીવાદી આક્રમતાને રોકવી જોઈએ. આ ચર્ચનો લાંબો ઈતિહાસ છે. આ ચર્ચનું નિર્માણ વર્ષ 1150થી 1160ના દાયકા બનાવવામાં આવી હતી. તેમજ તેનું નામ ગાઝાના 5મી સદીના બિશપના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. મિડીયા રિપોર્ટ અનુસાર જ્યારે ગાઝા ઉપર હુમલા શરુ થયાં ત્યારે ચર્ચના પાદરી ફાધર એલિયાસએ આસંકા વ્યક્ત કરી હતી કે, ઈઝરાયલ આ ચર્ચને પણ નિશાન બનાવી શકે છે. કોઈ પણ ચર્ચ કરવામાં આવેલો હુમલો જે તે ધર્મ ઉપર હુમલા સમાન ગણવામાં આવે છે. ધાર્મિક સ્થળ ઉપર હુમલોએ માનવા ઉપર હુમલો છે.