Site icon Revoi.in

ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા માટે ઈઝરાયલની સૂચના

Social Share

જીનેવાઃ ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ હવે ઈઝરાયલએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે સાતેક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ ધીમે-ધીમે ઈઝરાયલ તરફથી આ યુદ્ધ વધારે તેજ બની રહ્યું છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં લગભગ 4.23 લાખથી વધારે પોતાના ઘર છોડીને ભાગવા મજબુર બન્યાં છે. બીજી તરફ યુદ્ધમાં અત્યાર સુધીમાં ચાર હજાર વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં 1300થી વધારે ઈઝરાયલી નાગરિકોનો સમાવેશ થાય છે. 3 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત બન્યાં છે. જ્યારે ગાઝામાં 1500થી વધારે લોકોના મોત થયાં છે. દરમિયાન ઈઝરાયલ તરફથી લોકોને ગાઝા પટ્ટી ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને ઈઝરાયલની સેનાએ આશામાંથી પ્લેમ્ફેટ નીચે ફેંક્યાં હતા. જેની ઉપર લખ્યું છે કે, હમાસના હુમલાને પગલે ઈઝરાયલની સેના જવાબી કાર્યવાહી કરી રહી છે. જે ઈમારતોમાં છુપાઈને હમાસના આતંકવાદીઓ માનવતા વિરોધી પ્રવૃતિઓ કરી રહ્યાં છે તેને નાબુદ કરી દેવામાં આવશે.

ગત શનિવારે હમાસના આંતકવાદીઓએ ઉઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. એટલું જ હમાસે એક બે નહીં પરંતુ 5000 જેટલા રોકેટ ગણતરીની મિનિટમાં છોડ્યાં હતા. જે બાદ ઈઝરાયલે પણ કાર્યવાહી શરૂ કરી હતી. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી ઉપર હમાસના ઠેકાણા ઉપર હવાઈ હુમલા શરૂ કર્યાં હતા. હમાસે હુમલા બાદ 150 જેટલા ઈઝરાયલી નાગરિકો અને કેટલાક વિદેશીઓને બંધક બનાવ્યાં છે. તેમજ ગાઝામાં બનાવવામાં આવેલી સુરંગોમાં રાખવામાં આવ્યા છે. જેમાં મહિલા અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. હમાસએ ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા એક-એક હુમલાને બદલે એક-એક બંધકની હત્યા કરવાની ધમકી આપી હતી. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીની સરહદ ઉપર મોટી સંખ્યામાં સેનાને તૈનાત કરી દીધી છે. તેમજ હવે જમીની કાર્યવાહી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીના નાગરિકોને સલામત સ્થળે જતા રહેવાની સાથે અહીં વસવાટ કરતા યુએનના સભ્યોને પણ ગાઝા પટ્ટી છોડી દેવા માટે તાકીદ કરવામાં આવી છે.