- ઈઝરાયલના હવાઈ હુમલામાં થયું મોત
- ઈઝરાયલે સોશિયલ મીડિયામાં ઉપર કરી જાહેરાત
નવી દિલ્હીઃ ઈઝરાય ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા કર્યાં બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલું જ નહીં હમાસને સમર્થન આપનાર આતંકવાદી સંગઠનો ઉપર પણ હુમલા શરૂ કર્યાં છે. દરમિયાન ઈઝરાયલ દ્વારા લેબનાનમાં હવાઈ હુમલો યથાવત રાખ્યો છે. આ હુમલામાં ઈઝરાયલે હમાસના લેબનાન બ્રાંચના કમાન્ડર ફતેહ શેરિફને ઠાર માર્યો છે. ઈઝરાયલી એરફોર્સએ જણાવ્યું હતું કે, તેમણે એક હુમલો કર્યો હતો. જેમાં હમાસના લેબનાન શાખાના પ્રમુખ ફતેઙ શેરિફનો સફાયો કરવામાં આવ્યો છે.
આઈડીએફએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, શેરિફ આજે દક્ષિણી લેબનાનના શહેર ટાયરમાં અલ-બાસ શરણાર્થી શિબિર ઉપરના હવાઈ હુમલામાં પત્ની અને બાળકો સાથે મરાયો છે. શેરિફ લેબનાનમાં આતંકવાદી પ્રવૃતિઓ ઉપર નજર રાખવાની સાથે હમાસને હિઝબુલ્લાહના આતંકીઓ સાથે જોડવાની ભૂમિકા નીભાવતો હતો. નિવેદન અનુસાર, આઈડીએફ અને આઈએસએનું ઈઝરાયલ નાગરિકો સામે ખતરો ઉભો કરનાર સામે આ અભિયાન યથાવત રહેશે.
ઈઝરાયલનું માનવું છે કે, શેરિફની પ્રવૃતિઓ ભરતીની સાથે હથિયારો સપ્લાયની કામગીરી કરતો હતો. શેરિફએ UNRWA ના સભ્ય તરીકે બેવડી ભૂમિકા નિભાવતો હતો, જે અંતર્ગત યુએનઆરડબ્લ્યુ શિક્ષણ શંદના પ્રમુખ તરીકે કામ કરતો હતો. ફિલિસ્તાની શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ પુષ્ટી કરી છે કે, લેબનાનમાં હમાસના નેતા ફતેહ શેરિફને યુએનઆરડબલ્યુએમાં નિમણુંક કરી હતી. જો કે, એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, શેરિફ રાજનૈતિક ગતિવિધિઓની પણ તપાસ પણ કરવામાં આવી રહી છે.