Site icon Revoi.in

હમાસનો પક્ષ લેવા પર UN મહાસચિવ પર ઇઝરાયેલ ભડક્યું, રાજીનામાની કરી માગ

Social Share

દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને હવે 19 દિવસ થઈ રહ્યા છે. હુમલામાં મૃત્યુઆંક  સતત વઘતો જઈ રહ્વયો છએ અંદાજે 7 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.  આ યુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર છે.

આ મામલો હવે  સંયુક્ત રાષ્ટ્ર માં  પણ ચર્ચાનો વિષેય બન્યો છે.યુએનમાં પણ આ યુદ્ધની સતત ચર્ચા થઈ રહી છે. જો કે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં થઈ રહેલી ચર્ચામાં કેચલીક બાબતો સામે આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇઝરાયેલના રાજદૂતે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર આકરા પ્રહારો કર્યા. તેઓએ તેમના રાજીનામાની માંગણી પણ કરી હતી.વાતજાણે એમ હતી કેસંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને ગુટેરેસને તાત્કાલિક રાજીનામું આપવાનું આહ્વાન કર્યું હતું.

એર્ડને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સામૂહિક હત્યા અંગે જે સમજણ દર્શાવી છે તે સંયુક્ત રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી. હું તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરું છું. ઇઝરાયેલ અને યહૂદી લોકો સામેના સૌથી ભયાનક અત્યાચારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા લોકો સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મારી પાસે શબ્દો નથી.આમ કહીને મહાસચિવની ઝાંટકણી કાઢી હતી.હમાસનું સમર્થન કરતા  તેમણે ભારે નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો.