નવી દિલ્હીઃ ઇઝરાયલએ ગાઝામાં આખી રાત ઓપરેશન ચલાવી સફળતા મળેવી છે. ગાઝામાંથી હમાસના કબજામાંથી બે બંધકોને છોડવી લીધા છે. હવાઈ હુમલાની વચ્ચે ઈઝરાયેલએ ગાઝામાંથી બંધકોને છોડાવ્યા છે. ઈઝરાયેલ સૈનિકના પ્રવક્તાએ કહ્યું કે, છોડાવવામાં આવેલા બંધકોની સ્થિતિ સારી છે. તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. વધુમાં એક નિવેદનમાં ઈઝરાયેલએ કહ્યું હતું કે, તે દક્ષિણી ગાઝામાં સ્ટ્રાઈક કરી રહ્યું છે.
ઇઝરાયેલી સૈન્યએ સોમવારે જણાવ્યું હતું કે તેણે ગાઝાના દક્ષિણી રફાહ પડોશમાં રાતોરાતના વિશેષ ઓપરેશનમાં બે બંધકોને બચાવ્યા હતા. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં બંધકોનો પણ સમાવેશ થાય છે. એપીએ પેલેસ્ટિનિયન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ફર્નાન્ડો સિમોન માર્મોન, 60, અને લુઈસ હાર, 70, તરીકે ઓળખાયેલા બે માણસોને રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.